ઝી બ્યુરો/ગાંધીનગર: ગ્રાહકો કોઇ વસ્તુઓની ખરીદી કરે તો તેની એક્સાયરી ડેટ કે બીજી કોઇ તપાસ કરવાની ઝંઝટમાં પડતા નથી, પરંતુ કેટલાંક જાગૃત ગ્રાહકો બરાબરનું ધ્યાન રાખતા હોય છે. આવો એક જાગૃત નાગરિક ગાંધીનગરના D-Martને ભારે પડી ગયો છે. D- Mart માંથી એક ગ્રાહકે ગોળ ખરીદ્યો હતો, જે એક્સપાયરી ડેટ વાળો હતો. ગ્રાહકે કોર્ટમાં કેસ કર્યો તો કોર્ટે ડી- માર્ટ અને ગોળ ઉત્પાદક કંપનીને 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. 64 રૂપિયાના ગોળ સામે 1 લાખ 10 હજાર રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાજૂની થશે! સીએમ, પાટીલ સહિત ગુજરાતના નેતાઓ સાથે અમિત શાહની મોડી રાત સુધી બેઠક


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરની ડીમાર્ટનો એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સેકટર - 19માં રહેતા પંકજભાઈ મહેશભાઈ આહિરે સેકટર 26માં આવેલી ડીમાર્ટ મોલમાંથી ગોળની બે બરણી 130 રુપિયામાં ખરીદ્યા હતા. જેનાં પેકિંગ ઉપર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બરની અલગ-અલગ પેકેજિંગ તારીખો ધરાવતા બે સ્ટીકરો મારવામાં આવ્યા હતા. આ મામલે ગ્રાહકે પુરાવા સાથે ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ મામલે બંને પક્ષકારોની દલીલોના અંતે કન્ઝ્યુમર કોર્ટે ડી-માર્ટ અને રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂ. 1 લાખનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.


Navratri 2023: પ્રથમ દિવસે ખેલૈયાઓએ મચાવી ધમાલ, જુઓ રાજ્યભરના ગરબા એક ક્લિકમાં


આ અંગે ડીમાર્ટ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેના કામદારો દ્વારા સ્ટીકર ચોંટાડવામાં ભૂલ થઈ હોઇ શકે છે. જોકે કોર્ટ દ્વારા આ દલીલને ફગાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ બાબત ઉપજાવી કાઢેલી છે. મજૂરોની અજાણતામાં થયેલી ભૂલ હોવાનું કારણ ખોટું છે. જેના કારણે કોર્ટે કંપની અને ડીમાર્ટને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. 


Dhan Potli Upay: ચમત્કારી છે ધનની આ પોટલી, તેની સામગ્રી રાતોરાત વ્યક્તિને બનાવે અમીર


આ દંડમાંથી 50 ટકા રકમ ફરિયાદી અને અન્ય 50 ટકા ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા કહેવામાં આવ્યું છે. આ કેસમાં કોર્ટ દ્વારા ડીમાર્ટ અને કંપનીનો જવાબ મેળવવામાં આવ્યો હતો અને આખરે આ મામલે ચુકાદો આપીને ગોળની કંપની અને ડીમાર્ટને દંડ ફટકાર્યો છે. 


2000ની નોટ બદલવા RBI પર લાંબી કતારો, રાજ્યભરમાંથી નોટો લઈને અમદાવાદ આવ્યા લોકો