રવિ અગ્રવાલ/ વડોદરા: લોકસભા ચૂંટણી માટે મતદાન નજીક છે. ત્યારે વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારોને ધમકી આપતો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઇને ઝી 24 કલાકના પ્રતિનિધિ રવિઅગ્રવાલને ધમકી આપી હતી. મધુ શ્રીવાસ્તવની લુખ્ખી દાદાગીરી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ઝી 24 કલાકના પ્રતિનિધી તેમની મધુ શ્રીવાસ્તવની ઓફિસે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી નોટીસ અંગે વાત કરવા માટે ગયા ત્યારે ઝી 24 કલાકની ટીમ સાથે તુ તારી કરી અને ઓફિસમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યા હતા. અને કહ્યું કે તને નોકરીમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. વડોદરા શહેરના વાયરો કપાવી નાખીશ તેવી ધમકી આપી હતી. મને ગુસ્સામાં ના લાઇશ સમજી લેજે આ મઘુ શ્રીવાસ્તવ છે. તેવી ધમકી આપી હતી.


દાહોદ: ઝાલોદના સારમારીયા ગામે તળાવમાં માછીમારી કરવા ગયેલા 5ના મોત


વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 3 એપ્રિલે વાઘોડીયામાં જનસભા સંબોધતા સમયે મતદારોને ધમકી આપતા કહ્યું કે, દરેક બુથમાં કમળ ખીલવુ જોઈએ નહી તો ઠેકાણે પાડી દઈશ. જેને લઈ વડોદરાના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. 


મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે હું ચૂંટણી દાદાગીરીથી લડું છું. મધુ શ્રીવાસત્વનો ધમકી આપતો વિડીયો વાયરલ થયા બાદ તેમને ફેરવી તોળ્યું છે. મધુ શ્રીવાસ્તવે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા કહ્યું કે, મારો વિડીયો ખોટી રીતે વાયરલ કર્યો છે. મારા કહેવાના અર્થનું ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તેમજ પક્ષની અંદરના અને બહારના લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે બાદ ઝી 24 કલાકના પ્રતિનીધી પર ગુસ્સો કરીને ધક્કા મારવામાં આવ્યા છે.


અમદાવાદ: પ્રહલાદનગર પાસે આવેલી બિલ્ડિંગમાં આગ, 40થી વઘુ લોકો ફસાયા


મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવના ધમકી ભર્યા વિડીયો બાદ કોગ્રેસે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે કહ્યું કે, ગાંધી કે સરદારના ગુજરાતમાં મતદારોને કોઈ ધમકી નહી આપી શકતું. મધુ શ્રીવાસ્તવે જાહેરમાં આવી માફી માંગવી જોઈએ. અને ચૂંટણી પંચે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.



મધુ શ્રીવાસ્તવના ધમકી ભર્યા વિડીયો મામલે ગુજરાત ચૂંટણી પંચે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિડીયો મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવની મતદારોને ધમકી આપવાનું ભારે પડી શકે છે.