Dabhoi Gujarat Chunav Result 2022: ડભોઇ વડોદરાના ખુબ જૂના શહેરોમાંનું એક હોવાથી તેનું રાજકીય મહત્વ ઘણું છે. ડભોઇમાં વણિક વસ્તીનું પ્રમાણ વધારે છે. તે સાથે પટેલ અને મુસ્લિમ વસ્તી પણ અહીં વસે છે. તેમજ ચાણોદ, કાયાવરોહણ વગેરે ધર્મસ્થાનો પણ લોકલાગણીનું કેન્દ્ર છે. ડભોઇ બેઠકનું મહત્વ નવાપુરા ખાતે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વધી ગયું છે. ડભોઇ વિધાનસભા બેઠકમાં કુલ 228045 મતદાર છે, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઈ વિધાનસભા પરિણામઃ
ડભોઈના ભાજપના ઉમેવાર શૈલેષ મહેતાની થઈ જીત


20816 ના મોટા માર્જીનથી થઇ જીત


શૈલેષ મહેતાએ બદલ્યો ડભોઇનો ઇતિહાસ


સતત બીજી વખત જીતનાર પહેલા ધારાસભ્ય બન્યા શૈલેષ મહેતા


અત્યાર સુધી એક ઉમેદવાર નથી જીતી સતત બીજી વખત


સતત ત્રીજી વખત ડભોઇ બેઠક પર લેહરાયો ભાજપનો ભગવો


2022ની ચૂંટણી
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગત ચૂંટણી જીતેલા શૈલેષ મહેતાને રીપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે બાલકિશન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ અજીત ઠાકોરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. 


2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શૈલેષ મહેતાએ 77945 મત મેળવ્યા હતા જ્યારે કોંગ્રસના સિદ્ધાર્થ પટેલે 75106 મત મેળવ્યા હતા. શૈલેષ મહેતાએ 2,839 મતોની સરસાઇથી વિજય પ્રાપ્ત કર્યો હતો. 


2012ની ચૂંટણી
2012ની ચૂંટણી પરિણામો ભાજપ તરફી હતા.. તે સમયે ભાજપ તરફથી બાલકૃષ્ણ પટેલે કોંગ્રેસના ઉમેદવાર સિધ્ધાર્થ પટેલને 5,122 મતોથી હરાવ્યા હતા.