રવિ અગ્રવાલ/વડોદરા: વિધાનસભાની ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ મોટા નિવેદન આપીને રાજકારણમાં ગરમાવો લાવતા હોય છે. હાલ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું વિધાનસભા ચૂંટણી પહેલાં મોટું નિવેદન સામે આવ્યું છે, જે ચર્ચાનું વિષય બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા મિત્ર સતીશ પટેલને હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. એકાદ બે મહિનામાં પૂર્વ ધારાસભ્ય કાઢી નાખશો ને? તેવા સવાલો પણ કર્યા હતા. બે ત્રણ મહિના પછી ધારાસભ્ય સતિષભાઈ ફરીથી બોલતા થઈએ તેવા પ્રકારનું નિવેદન કર્યું હતુ. ભાજપે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તેવામાં શૈલેષ મહેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


ભાજપે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તેવા સમયે આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. શૈલેષ મહેતાએ કહ્યું હતું કે મારા મિત્ર સતીશ પટેલ માટે હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. એકાદ બે મહિનામાં પૂર્વ ધારાસભ્ય કહેવું કાઢી નાખશોને? આપણે બે ત્રણ મહિના પછી ફરીથી ધારાસભ્ય સતિષભાઈ બોલતા થઈએ તેવા પ્રકારનું નિવેદન કર્યું હતુ. 


જુઓ આ પણ વીડિયો:-