Dadra Nagar Haveli: લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં પાટીલનો શિવસેના પર પ્રહાર
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ભાજપ (BJP) ના ઉમેદવારના પ્રચારમાં આવેલા સીઆર પાટીલે (CR Patil) ભાજપ (BJP) ના ઉમેદવારની જંગી લીડથી જીત થશે તેવો દાવો પણ કર્યો હતો.
નિલેશ જોશી, વાપી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) લોકસભા બેઠકની પેટા ચૂંટણી (Lok Sabha Election) નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જોકે ભાજપ (BJP) ના ઉમેદવાર મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓ એ સેલવાસમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓ સેલવાસમાં સૌપ્રથમ એક મહારાષ્ટ્રીયન સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું.
સંમેલનને સંબોધતા સીઆર પાટીલે અનેક મુદ્દે શિવસેના (Shivsena) પર પ્રહાર કર્યા હતા. સીઆર પાટીલે મહારાષ્ટ્રીયન સમાજ પાસે ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિત માટે સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ગુજરાત (Gujarat) માં ભાજપ (BJP) દ્વારા પેજ કમિટી બનાવીને ચૂંટણીમાં ભાજપ ધાર્યું પરિણામ લાવી રહી છે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં હજુ સુધી પેજ કમિટીનું અસ્તિત્વ નહીં હોવાથી આજે પાટીલે દાદરા નગર હવેલી ભાજપના આગેવાનોને ટકોર કરી હતી. અને જેમ બને તેમ વહેલી તકે પ્રદેશમાં પેજ કમિટી બનાવવામાં આવે અને તેના આધારે જ ચૂંટણી લડવામાં આવે તેવું સુચન કર્યું હતું.
Surat: શોખીન સુરતીલાલાઓ માટે બનાવી 'ગોલ્ડન ઘારી', ભાવ સાંભળી મગજ ભમી જશે
વધુમાં તેઓએ શિવસેના પર આકરા પ્રહાર કરતાં આ વખતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સંપૂર્ણ વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી.આમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ભાજપ (BJP) ના ઉમેદવારના પ્રચારમાં આવેલા સીઆર પાટીલે (CR Patil) ભાજપ (BJP) ના ઉમેદવારની જંગી લીડથી જીત થશે તેવો દાવો પણ કર્યો હતો. તો ઉત્તરાખંડના પૂર સ્થિતિ પર રાજ્યના મુખ્યમંત્રી ઉત્તરાખંડ (Uttarakhand) સરકાર સાથે સંપર્કમાં છે અને તમામ ગુજરાતીઓને સલામત વતન લાવવાની ખાતરી સી આર પાટીલે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube