હરીન ચાલીહા/દાહોદ :દાહોદ નજીક કતવારા ગામે ડોક્ટરની ગાડીને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર પાણીના કારણે ડોક્ટરે ગાડીના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દાહોદના ડો.રાહુલ લબાનાનું મોત નિપજ્યુ છે.


ડો.રાહુલ લબાના દાહોદના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન હતા. તેઓ દાહોદની આઝાદ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા. ગત રોજ તેઓ પોતાની ગાડી લઈને નીકળ્યા હતા. ભારે વરસાદ બાદ દાહોદમાં વરસાદ બાદ ચારેતરફ પાણી ભરાયા હતા. આવામાં રસ્તા પર પાણીને કારણે ડો.રાહુલ લબાનાએ ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેમની ગાડી બે થી ત્રણવાર પલટી ખાઈ રોંગ સાઈડ રસ્તા નજીક ખાડામાં પડી હતી. મોડી રાત્રે દાહોદ તરફ આવતા કતવારા હાઇવે પર આ ઘટના બની હતી. ગમખ્વાર અકસ્માતમાં તબીબ રાહુલ લબાનાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.