દાહોદ: એક યુવકથી અથાગ મહેનત રંગ લાવી છે. પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે તે સુવાક્યને સાચુ કરી બતાવ્યું છે.દાહોદનાં ચાંદવણ ગામમાં રહેતા અને અમદાવાદમાં કડીયાકામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા ગરીબ માતા પિતાના બાળકે આઇઆઇટી ખડકપુરમાં એડમીશન લીધું છે. ઝુંપડામાં રહીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી આ ગામના સુક્રમ બબેરિયાએ ગેટની પરીક્ષા પાસ કરીને ખડગપુર આઇઆઇટીમાં પ્રવેશ મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદ તાલુકાના ચંદવાણા ગામમાં રહેતા બબેરિયા તે જમાનામાં માત્ર પાંચમું ધોરણ પાસ છે. અને તેમના ધર્મપત્ની તો અભણ છે. દંપત્તી છેલ્લી વીસેક વર્ષથી અમદાવાદમાં કડિયાકામ એટલે કે મજુરી કરે છે. ગામમાં પાકુ ઘર નથી અને પરિવારમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. જે પૈકી બે દીકરીઓનાં લગ્ન થઇ ચુક્યા છે. 


સુક્રમઘર પાસેજ આવેલી ડામોર ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 6 સુધી ભણ્યો હતો. અભ્યાસમાં  સુક્રમને પહેલેથી જ રુચી હતી. જેથી તેણે પુસ્તકો સાથે જાણે પ્રિતી કરી હોય તેમ કોઇ પણ પ્રકારનાં ખાનગી શાળા વિના સમગ્ર વિષયો સમજીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા હતા. ધોરણ 7અને 8નો અભ્યાસ પણ ગામની પગાર કેન્દ્રની  સરકારી શાળામાં જ પૂર્ણ કર્યો અને ગામમાં જ આવેલી સરકારી ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક શિક્ષણ પુર્ણ કર્યું. 


ધોરણ 10 સુક્રમે 70 ટકા તો મેળવ્યા પરંતુ પૈસાના અભાવે મોંઘી શાળામાં શિક્ષણ મેળવવાનું સપનું સાકાર થઇ શકે તેમ નહોતું. જેથી દાહેદ આદર્શ નિવાસી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો અને ધોરણ 12માં 64ટકા ગુણ મેળવ્યા અને સાથે જ ગુજકેટની પરીક્ષા પણ આપી હતી. 


ધોરણ 12ની ટકાવારીના આધારે ગુજકેટના ગુણના આધારે અસ્પી શકીલમ બાયોટેક્નોલોજી ઇન્સ્ટીટ્યુટ, સુરતમાં બીટેકમાં પ્રવેશ મેળવ્યો અને સાથે જ અંતિમ વર્ષ પુર્ણ થાય તે પહેલા જ સુક્રમે ગેટની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી. છેવટે ગેટની પરીક્ષા પણ આવી ગઇ અને તે પરીક્ષા પણ તેને પુરા ખંત અને મહેનતથી આપી હતી. 


હવે આઇઆઇટી માં જવાનું સ્વપ્ન પણ પુર્ણ થઇ ચુક્યે છે. પ્રાદ્યાપકોના માર્ગદર્શનથી દેશની વિવિધ આઇઆઇટીમાં પ્રવેશ માટે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિણામના આધારે ગુવાહાટી, રુડકી, ખડગપુર આઇઆઇટી દ્વારા તેના માટે ખુલ્લા હતા. તેમાંથી સુક્રમે ખડગપુર આઇઆઇટી પર પસંદગી ઉતારી અને પ્રવેશ ફી ભરીને પ્રોવિઝનલ એડમીશન પણ મેળવી લીધું છે. \


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube