Dahod Limkheda (ST) Gujarat Chunav Result 2022:  લિમખેડા વિધાનસભા બેઠક (ST) (દાહોદ) દાહોદની લિમખેડા બેઠક પર ભાજપની મજબૂત પકડ છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લીમખેડા બેઠક માટે દાહોદની બેઠક જેટલો ભય નથી. હાલના દાહોદ લોકસભાના મંત્રી જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્ય રહી ચુક્યા છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને 2014માં કેન્દ્રીય મંત્રી મંડળમાં આદિજાતિ રાજ્ય મંત્રી બનાવાયા હતા. લીમખેડા વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકમાં કુલ 218203 મતદાર પૈકી 108081 પુરુષ મતદાર અને 110116 મહિલા મતદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદ 


  • દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર ભાજપ ની જીત 

  • કોંગ્રેસ નો ગઢ ગણાતી તમામ બેઠક પર ભાજપ નો કબજો 

  • કોંગ્રેસ નો ગઢ ગણાતી દાહોદ ,ગરબાડા,ઝાલોદ બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય 

  • દેવગઢ બારીઆ, લીમખેડા,ફતેપુરા બેઠક ઉપર પણ ભાજપ નો વિજય 

  • દાહોદ બેઠક પર કનૈયા કીશોરી ની જીત 

  • ફતેપુરા બેઠક પર રમેશ કટારા ની જીત 

  • ઝાલોદ બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની જીત 

  • દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ 

  • ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર 

  • લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા


જીલ્લો – દાહોદ 
બેઠક –લીમખેડા
રાઉન્ડ –15 રાઉન્ડ ના અંતે 
આગળ – ભાજપ 
 5339 મત થી આગળ


2022ની ચૂંટણી
આ વખતની ચૂંટણીમાં ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત ભાભોરના ભાઇ શૈલેષ ભાભોરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે રમેશ ગુંડીયા અને આમ આદમી પાર્ટીએ નરેશ બારીયાને ટીકીટ આપી છે. 


2017ની ચૂંટણી
2017માં ભાજપના ભાભોર શૈલેષભાઈ સુમનભાઈએ કોંગ્રેસના તડવી મહેશભાઈ રતનસિંહને 19314 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી.


2012ની ચૂંટણી
2012માં ભાજપના ભાભોર જશંવતસિંહ સુમનભાઈ કોંગ્રેસના બારિયા પુનાભાઈ જેસિંહભાઈને 15330 મતથી હરાવીને લીમખેડાના ધારાસભ્ય બન્યા હતા.