ઝી મીડિયા/બ્યૂરો :શરીરમાં ગાંઠનું નામ પડે તો ભલભલા કંપી જાય છે. ગાંઠ શરીરમાં ભારે પીડા પેદા કરે છે. જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તે પીડા અસહ્ય બનતી જાય છે. પણ દાહોદની એક મહિલાને ફૂટબોલના દડાની સાઈઝની ગાંઠ થઈ હતી. મહિલા બે વર્ષથી આ ગાંઠની પીડા ભોગવી રહી હતી. આખરે મહિલાને આ પીડામાંથી મુક્તિ મળી છે. મહિલાનું ઓપરેશન કરીને સફળતાપૂર્વક આ ગાંઠ તેના શરીરમાંથી દૂર કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકમાં બેબીબેન પલાસ રહે છે. શ્રમિક પરિવારની આ મહિલાને દોઢ વર્ષ પહેલા પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમણે તબીબનો સંપર્ક કર્યો હતો. જેમાં બેબીબેનના પેટમાં ગાંઠ હોવાનુ નિદાન થયુ હતું. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ તંગ હોવાથી મહિલા પોતાનુ ઓપરેશન કરાવી શકવા સક્ષમ ન હતા. 


આ પણ વાંચો : મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી, 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા


આ માટે તેમણે અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, પણ રૂપિયાના અભાવે તેઓ ઓપરેશન કરાવી શક્તા ન હતા. આ કારણે તેમની ગાંઠ ધીમે ધીમે વધી રહી હતી. તેની સાથે બેબીબેનની પીડા પણ અસહ્ય બનતી જતી હતી. આખરે તેમણે દાહોદની એક હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યુ હતું.


બેબીબેનની ઓપરેશન સફળ રહ્યુ હતુ. જોકે, તેમના શરીરમાંથી 13 કિલોની બે ગાંઠ ઓપરેશન કરીને દૂર કરવામાં આવી હતી. જેમાં એક ગાંઠ 11 કિલોની હતી અને બીજી ગાંઠ બે કિલોની હતી. આમ, બે ગાંઠ દૂર થતા જ બેબીબેને રાહતનો શ્વાસ લીધો હતો. ડોક્ટરનું કહેવું છે મોટી ગાંઠ અંડશયની છે જ્યારે નાની ગાંઠ કેન્સરની હોઈ શકે છે જે તેના પરીક્ષણ બાદ નક્કી થઈ શકે ઓપરેશન પછી બેબીબેન સહિત પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.