હરીન ચાલીહા/દાહોદ :હેલ્મેટ (Helmet) પહેરવુ, વાહન સ્પીડમાં ચલાવવું, PUC ન હોવી, એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ ન હોવી, ચાલુ ગાડીએ મોબાઈલ (Mobile)પર વાત કરવી... ટ્રાફિક (Traffic)ના માત્ર આટલા જ નિયમો નથી. આ તો એ નિયમો છે જે આપણા મોઢે ચઢેલા છે. પણ એ સિવાય પણ કેટલાક નિયમો એવા છે જે જીવલેણ છે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી જવી ગુનો છે, તો ચાર પૈડાના વાહનોમાં ખીચોખીચ ભરાઈને જવુ પણ ટ્રાફિકના કાયદા (Traffic Rules)ના મતે મોટો ગુનો છે. આજે પણ ગામડાઓમાં વસતા લોકો ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પો વગેરેમાં ખીચોખીચ ભરીને જતા હોય છે. ત્યારે હવે ખીચોખીચ ભરીને જનારાઓ પર પણ ટ્રાફિકના નિયમો (Motor Vehicle Act 2019) લાગુ પડશે. દાહોદ (Dahod) જિલ્લામાં ટ્રાફિક નિયમનનો અમલ કરાવા લીમડી પોલીસે (Police) નવો કીમિયો અપનાવ્યો છે. 


રાજકોટ : માથે તપેલી પહેરીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો, જોતજોતામાં કાકાનો Video થયો વાયરલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ કરવા દાહોદ પોલીસ એક્શનમાં આવી છે. ગાડી ઉપર તથા ગાડીની અંદર ખીચ્ચોખીચ ભરાઈને જતા મુસાફરોને દાહોદ પોલીસે અનોખી સ્ટાઈલમાં બોધપાઠ શીખવાડ્યો છે. એક તરફ સુખડનો હાર અને એક તરફ ગુલાબનો હાર આપી દાહોદ પોલીસે મુસાફરોને સમજાવ્યા હતા.



દાહોદ પોલીસે રસ્તા પર ઉભા રહીને મુસાફરોને ગાડી ઉપર બેસી મુસાફરી ન કરવા સમજાવ્યા. તેમજ નિયમોને તોડનાર ગાડી માલિકો તથા ચાલકોને દંડાત્મક કાર્યવાહી પણ કરી. લીમડી પીએસઆઈ દ્વારા તમામ મુસાફરોને આવી જોખમી મુસાફરી ન કરવા પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. 


એટલું જ નહિ, એક ટેમ્પામાં ખીચોખીચ ભરાઈને જતા લોકો પકડાયા હતા. ત્યારે પીએસઆઈ દ્વારા પોતાના રૂપિયા ખર્ચી તમામ મુસાફરોને એસટી બસમાં બેસાડાયા હતા. આમ, દાહોદ પોલીસે આજે કાયદો લાગુ કર્યાના પહેલા જ દિવસે લોકો માટે શિક્ષક જેવી ફરજ બજાવી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :