ઝી મીડિયા બ્યુરો: ગુજરાતમાં ગત રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ મતદાન પ્રક્રિયા દરમિયાન દાહોદના સાહડા ગામે મતદારો દ્વારા બેલેટ પેપરની જગ્યાએ મતકુટીરના ટેબલ પર સિક્કા મારી કોરા બેલેટ પેપર પેટીમાં નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેનો ખુલાસો મંગળવારે યોજાયેલી મતગણતરી દરમિયાન થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામે 19 ડિસેમ્બર 2021 ના રવિવારે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આ મતદાન પ્રક્રિયા સાહડા ગામની શાળામાં યોજાઈ હતી. તે દરમિયાન મતદારો દ્વારા બેલેટ પેપર ઉપરના ટેબલ ચિન્હ પર સિક્કા મારવાની જગ્યાએ મતકુટીરના ટેબલ ઉપર સિક્કા મારી કોરા બેલેટ પેપર મતપેટીમાં નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી. જો કે, સાહડા ગામે 2655 મતદારોમાંથી 2142 મતદારોએ મતદાન કર્યું હતું. જે દરમિયાન બુથ નબંર ત્રણના ટેબલ ઉપર 165 જેટલા સિક્કા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.


ત્યારે 21 ડિસેમ્બર 2021 મંગળવારના ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. આ મતગણતરી દરમિયાન 198 મત રદ થયા હતા. જેમાં મોટાભાગના કોરા હતા. જો કે, ટેબલ ચિન્હ પર સરપંચ પદે ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારને 544 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારને 575 મત મળ્યા હતાં. જેના કારણે ટેબલનું ચિન્હથી ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારનો 31 મતથી પરાજય થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube