ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણ
દાહોદના ભાટીવાડા ગામના રોહિત અમલીયારની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી. ત્યારે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી. તે દરમિયાન અધવચ્ચે જ 20થી 25 લોકોનું ટોળું બાઈક પર આવી પહોંચ્યું હતું. વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.
હરિન ચાલીહા/દાહોદ: ભાટીવાડા ગામના બાબુભાઈ અમલીયારના પુત્ર રોહિતના લગ્નની જાન ઝાબુઆ (MP)ના જાલાવાડા ગામે ગઈ કાલ તારીખ-19/5/24ના રોજ બપોરના સમયે ગઈ હતી. લગ્ન વિધી પતાવી અમલીયાર પરિવાર અને મેહમાનો પરત દુલ્હન ઉષાબેનને લઈ પરત આવી રહ્યા હતા, તે દરમ્યાન એક ફિલ્મી ઘટના બની હતી.
અ'વાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગટ?
જાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક 20થી વધુ મોટરસાયકલ ઉપર સવાર વરરાજાની ગાડી રોકી હતી અને બંદુક બતાવી તમે અમારા ગામમાં અકસ્માત કરી ભાગ્યા છો અને માણસ મરી ગયો છે, તેમ કહી નવી પરણિત દુલ્હન ઉષાબેનને ગાડીમાંથી ઉતારી મોટરસાયકલ ઉપર બેસાડી અપહરણ કરતા ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કતવારા પોલીસને થતા લોકલ ક્રાઈમ બ્રાંચ સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી.
ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!
આ અંગે વરરાજા રોહીત ભાઇ બાબુભાઈ અમલીયાર એ કતવારા પોલીસ મથકે ફરિયાદ આપતા (1) મહેશ તોફાન ભુરીયા રહે-પતરા તા-મેધનગર મદધપ્રદેશ (2) નિલેશ લોબાન ભાભોર(3) નરેશ ભાભોર બન્ને રહે-ગુદીખેડા તા-જી-દાહોદ (4) શૈલેશ બાબુ માવી (5)જીતેન્દ્ર નરેશ ભાભોર રહે-પીટોલ મધ્યપ્રદેશ અન્ય 10 મોટરસાયકલ ચાલકો વિરૃધ્ધ IPC કલમ 365,120(B)143 મુજબનો નોંધી સમગ્ર જિલ્લા સહીત મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
પોલીસ બેડામાં શોકનો માહોલ! એવું તે શું બન્યું કે વાપીમાં પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી?