આજે 15 ઓક્ટોબર એટલે કે આસો સુદ છઠ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે મૂળ નક્ષત્ર છે અને યોગ શોભન છે. આજની ચંદ્ર રાશિ ધન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે આપને દુર્ગાઅષ્ટાક્ષર મંત્ર આપને આપું છું.


  1. આ મંત્રમાં અદભુત શક્તિ સમાયેલી છે

  2. આ મંત્રથી વાકસિદ્ધિ, પુત્રપ્રાપ્તિ, શત્રુવિજય તેમજ રોગમુક્તિ મળે

  3. આ મંત્રજાપ દ્વારા માતા જગદંબાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે

  4. આ મંત્ર છે  ઓમ હ્રીં દું દુર્ગાય નમઃ

  5. આ મંત્ર 1 લાખ વખત જપવાથી સિદ્ધ થાય છે


તારીખ

15 ઓક્ટોબર 2018, સોમવાર

માસ

આસો સુદ છઠ

નક્ષત્ર

મૂળ

યોગ

શોભન

ચંદ્ર રાશી

ધન (ભ,ધ,ફ,ઢ)


  1. સરસ્વતી દેવીનું પૂજન કરવું

  2. માતા પાર્વતીનું પૂજન અવશ્ય કરવું

  3. સૂર્યોદયથી સવારે 8.05 સુધી કુમારયોગ છે

  4. રવિયોગ બપોરે 3.34 સુધી રહેશે

  5. આજે માતાજીને શણગાર અર્પણ કરી પૂજન થઈ શકે


મેષ (અલઈ)

  1. અચાનક મુસાફરી સૂચવે છે

  2. એન્જીનિયરીંગ સાથે જોડાયેલાને સાનુકૂળતા

  3. મિત્રતા પ્રેમમાં પલટાઈ જાય

  4. સાંજ પડ્યે થાકી જવા તેવો વ્યસ્ત દિવસ રહે

વૃષભ (બવઉ)

  1. લોખંડ અને કાગળના વ્યાવસાયીકને લાભ

  2. જમીન મકાન ક્ષેત્રે પ્રવૃત્તિ વધે

  3. પરિવારમાં ઝઘડા જેવું વાતાવરણ ન થાય તે જોવું

  4. સરકારી કામકાજમાં સાવધાની રાખવી

મિથુન (કછઘ)

  1. સંબંધોમાં વિશેષ મજબૂતાઈ આવે

  2. ભાગ્યનો સહકાર મળી રહે

  3. રાજનીતિ સાથે જોડાયેલાને સાનુકૂળતા

  4. વાહન અકસ્માતથી સાવચેત રહેવું

કર્ક (ડહ)

  1. વડીલ જાતકોએ ખાસ જાળવવું

  2. જીવનસાથી સાથે સંયમીત વ્યવહાર કરવો

  3. દવાખાનાની મુલાકાત પણ શક્ય છે

  4. સંધ્યા સમયે સંકલ્પપૂર્તિ થઈ શકે છે

સિંહ (મટ)

  1. આરોગ્યની સાવધાની રાખવી

  2. ઋતુગત બિમારીમાં ન સપડાવાય તે જોવું

  3. સંધ્યા સમય સાનુકૂળ છે

  4. ધર્મકાર્ય થઈ શકે છે

કન્યા (પઠણ)

  1. હાડકાની બિમારીથી સાચવવું

  2. વાહન અકસ્માતથી સાચવવું

  3. માતાનું આરોગ્ય પણ સાચવવું

  4. વિદેશ જવા ઇચ્છુક જાતકોએ સક્રિય થવું

તુલા (રત)

  1. કાપડના વેપારીને સાનુકૂળતા

  2. ફેશન ડિઝાઈનરને ધંધો વધે

  3. ઈલેક્ટ્રોનિક વ્યવસાથે જોડાયેલાને લાભ

  4. પ્રવાસ દરમિયાન મુશ્કેલી સર્જાય

વૃશ્ચિક (નય)

  1. દુખઃદર્દનો સામનો કરવો પડે

  2. પરિવારમાં પણ શાંતિ જાળવવી

  3. મા જગદંબાની આરાધના કરજો

  4. મગજ બિલકુલ શાંત રાખવું

ધન (ભધફઢ)

  1. નવી તક પ્રાપ્ત થઈ શકે છે

  2. ધન વ્યય પણ થાય

  3. ભાષા આકરી બની શકે છે

  4. મનમાં અખંડ મંત્ર જાપ કરવો

મકર (ખજ)

  1. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે

  2. લાભ પણ થઈ શકે છે

  3. ગુહ્યબિમારીથી સાવધાન રહેવું

  4. સંધ્યા સમયે વેપારની તકો વધે

કુંભ (ગશષસ)

  1. ભાગ્યનું કોઈ વિશેષ ફળ મળે

  2. વારસાઈ પ્રાપ્ત થાય

  3. અણધાર્યો લાભ પણ થઈ શકે

  4. ઈલેક્ટ્રીકના વ્યવસાયીકોએ સાવધાની રાખવી

મીન (દચઝથ)

  1. ધર્મભાવના વધુ મજબૂત થાય

  2. સંતાન સાથે દલીલ થઈ શકે છે

  3. ઘરમાં વાતાવરણ તંગ ન થાય તે જોવું

  4. આરોગ્યની સાવધાની પણ રાખવી પડશે


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી