દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયશ્રી અંબે


પ્રશ્ન – નોમ અને દશેરાના આ સમન્વયે કુલ ત્રણ પવિત્ર મંત્ર આપું છું


  • ઓમ શ્રીં હ્રીં ક્લીં ભદ્રકાલી દેવ્યૈ નમઃ

  • ઓમ શ્રીં હ્રીં ક્લીં વિષ્ણુમાયા દેવ્યૈ નમઃ

  • ઓમ શ્રીં હ્રીં ક્લીં સિદ્ધિદાત્રી દેવ્યૈ નમઃ

  • પોતાની જે જન્મ તારીખ હોય તેટલી માળા આજે કરવી.

  • મંત્ર કરતા પહેલા માતાજીને શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરવો


તારીખ

18 ઓક્ટોબર 2018, ગુરૂવાર

માસ

આસો સુદ નોમ અને દશેરા

નક્ષત્ર

શ્રવણ

યોગ

ધૃતિ

ચંદ્ર રાશી

મકર (ખ,જ)


  1. આજે નોમ અને દશેરા બેઉ ભેગા ઉજવવાના છે.

  2. નવરાત્રિઉત્થાપન

  3. પારણા કરવા.

  4. વિજયાદશમીનું પવિત્ર મૂહુર્ત –

  5. બપોરે 2.20 થી બપોરે 3.00 વાગ્યા સુધી છે

  6. રવિયોગ અહોરાત્ર છે. વાહન પૂજા, હથિયારપૂજા કરી શકાય.


રાશિ ભવિષ્ય (18-10-2018)


મેષ (અલઈ)

  • વેપારમાં નવી તકનું નિર્માણ થાય

  • વાહનનો વ્યવસાય હોય તો તેજી

  • નવું વાહન ખરીદવાનો યોગ છે

  • કાર્યમાં નવી તક પણ પ્રાપ્ત થાય

વૃષભ (બવઉ)

  • મુસાફરીના યોગ છે

  • હવાઈ મુસાફરીના યોગ પણ બને છે

  • કાર્યસિદ્ધિ પણ થાય

  • મનમાં કોઈક અજાણ્યો ભય પણ પેદા થાય

મિથુન (કછઘ)

  • કાર્યમાં સફળતા મળે

  • વાગવા પડવાથી સાચવવું

  • ગરમ વસ્તુને પકડતા પહેલા સાવધાની રાખવી

  • ધનવ્યયના યોગ પણ નિર્માયા છે

કર્ક (ડહ)

  • માતાનું આરોગ્ય જાળવવું

  • ઘરમાં અસુખ જણાય

  • ભાગ્યનો સહકાર મળી રહે

  • જે મંત્ર આપ્યા છે તેનો જાપ અવશ્ય કરજો

સિંહ (મટ)

  • વાહનની પૂજા અવશ્ય કરજો

  • ધનપ્રાપ્તિના યોગ પણ છે

  • વાહન અને મકાનથી લાભ છે

  • વડીલોએ આરોગ્ય જાળવવું

કન્યા (પઠણ)

  • પેટની બિમારીથી સાવધાન રહેવું

  • ધનપ્રાપ્તિના યોગ પણ છે

  • અનઅપેક્ષિત ધનપ્રાપ્તિ થઈ શકે છે

  • પિતાનું આરોગ્ય અવશ્ય જાળવવું

તુલા (રત)

  • થોડી આળસ વર્તાય

  • આરામ કરવાની ઇચ્છા વિશેષ થાય

  • પણ, આરામ કરવાની તક ન મળે

  • વ્યસ્ત રહેવું પડશે

વૃશ્ચિક (નય)

  • આજે લાભ પ્રાપ્ત થાય

  • ઈલેક્ટ્રોનિકના વ્યવસાય સાથેનાને લાભ

  • સંચીત કર્મનો લાભ પણ મળે

  • સંધ્યા સમયે વિશેષ તકેદારી રાખવી પડશે

ધન (ભધફઢ)

  • જીવનસાથીનું આરોગ્ય બળવાન

  • સાસરીપક્ષ પણ લાભ આપે

  • ધનસ્થાન મજબૂત બન્યું છે

  • ખર્ચ પણ એવો થશે કે બેઉ પલ્લા બરાબર થઈ જશે

મકર (ખજ)

  • સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થાય

  • જમીન મકાનથી લાભ

  • વેપારમાં આવક વધે

  • આનંદપૂર્ણ દિવસ પસાર થાય

કુંભ (ગશષસ)

  • નોકરીમાં દબંગ વિચારો આવે

  • પણ, મન શાંત રાખજો

  • વિચારોને યોગ્ય દિશામાં વાળજો

  • ભવિષ્યમાં લાભ થશે

મીન (દચઝથ)

  • ભાગ્યનું બળ કામ કરી રહ્યું છે

  • ભવિષ્યના આયોજનો સારા થાય

  • મોટા આયોજનો ઉપર કામ થાય

  • આજનો દિવસ સાનુકૂળ છે


  • જીવનસંદેશ – વિજયાદશમીએ વાહનપૂજા કેવી રીતે કરશો...

  • વિજયાદશમીનું શ્રેષ્ઠ મૂહુર્ત ક્યુ...

  • જન્મતારીખ અને મંત્રના સુમેળથી પુણ્યફળની પ્રાપ્તિ...


અમિત ત્રિવેદી