આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – સાચી મૂલ્યાંકન શક્તિ કેળવવી હોય તો શું કરવું. કોઈપણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સક્ષમ કેવી થવા માટેના ઉપાય.


  • કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું. મદિરા તથા અભક્ષ ખોરાકથી દૂર રહેવું. આ પ્રક્રિયાથી દૂર રહેશો તો ચંદ્ર દૂષિત થતો બચી જશે.

  • મગ અને ચોખા બે ભેગા કરી જરૂરીયાત મંદને તેનું દાન કરવું. અથવા તેનો ખોરાક બનાવી ગરીબોને જમાડવું.

  • આ અન્નવિતરણ સોમવારે તેમજ બુધવારે કરવું. સોમવારે અન્નવિતરણ કરો તો સફેદ વસ્ત્ર ધારણ કરવા અને બુધવારે અન્નવિતરણ કરો લીલાવસ્ત્ર ધારણ કરવા.


તારીખ

29 ઓગસ્ટ, 2018 બુધવાર

માસ

શ્રાવણ વદ ત્રીજ

નક્ષત્ર

ઉત્તરા ભાદ્રાપદ

યોગ

શૂલ

ચંદ્ર રાશી

મીન (દ, ચ, ઝ, થ)


  1. બુધપૂજન

  2. રાજયોગ પ્રવર્તી રહ્યો છે જે સાંજે 6.48 વાગે પૂર્ણ થશે.

  3. ઓમ બું બુધાય નમઃ આ મંત્રનો જાપ તુલસીની માળાથી કરી શકાય.

  4. શ્રીનારાયણ કવચનો પાઠ પણ કરી શકાય.

  5. જો આંગળીમાં બુધનું રત્ન ધારણ કર્યું હોય તો આજે તેનું પૂજન કરવું.


 


રાશિ ભવિષ્ય (29-8-2018)


મેષ (અલઈ)

  • સવારના સમયે કૌટુંબિક વાતોમાં મન વિચારે ચઢે

  • પૈસો ખર્ચાય ખરો, પણ ધનલાભ અવશ્ય થાય

  • જે પૈસો ખર્ચાય તે આનંદ પ્રમોદ અથવા સગવડ વધારવા ખર્ચાય

  • મનને રચનાત્મક કાર્યમાં વાળવા પ્રયત્ન કરવો

વૃષભ (બવઉ)

  • યુવાન મિત્રોની મિત્રાચારી પ્રણયમાં પલટાઈ શકે

  • ગૃહસ્થ છે તેમના માટે સંબંધો દ્વારા ધન પ્રાપ્તિ થાય

  • વેપારી મિત્રોએ આજે રોકાણમાં સાવચેતી રાખવી

મિથુન (કછઘ)

  • ચામડીના દર્દથી વિશેષ સાચવવું

  • પરિવારના સભ્યો દ્વારા કાર્ય સરળ બને

  • સંતાન સંબંધી કાર્યમાં ધન ખર્ચ થઈ શકે છે

કર્ક (ડહ)

  • પ્રવાસના યોગ નિર્માણ થયા છે

  • આજે ધાર્મિક પ્રવૃત્તિમાં સમય વ્યતિત થઈ શકે છે

  • પોતાના મોસાળમાંથી અણગમતા સમાચાર મળે

સિંહ (મટ)

  • જૂના મકાનની લે-વેચ કરનારને ફાયદો

  • ધર્મગુરુઓ માટે આજે સાનુકૂળતા છે

  • જ્યોતિષીમિત્રો માટે સાનુકૂળતા છે

કન્યા (પઠણ)

  • જીવનસાથીના મિત્રો અથવા મોટાભાઈ દ્વારા તક પ્રાપ્ત થાય

  • તેમના દ્વારા ધનપ્રાપ્તિનો માર્ગ પણ સરળ બને

  • ખસ, ખરજવા જેવા દર્દથી સાવધાન રહેવું

તુલા (રત)

  • પિતાની આરોગ્ય નાદુરસ્ત થઈ શકે છે

  • આવકનો સ્રોત મજબૂત બને

  • વેપારી મિત્રોને ધંધામાં આવક થઈ શકે

વૃશ્ચિક (નય)

  • જૂનો મનોરથ પૂર્ણ થઈ શકે છે

  • જમીન-મકાનનો પ્રશ્ન હલ થઈ શકે

  • ખેલકૂદના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ

ધન (ભધફઢ)

  • પરિવારમાં માતાના વારસાઈ અંગે ચર્ચા થાય

  • બપોર પછી ઘરમાં થોડું વધુ અસુખ જણાય

  • સંતાનના પ્રશ્નો હલ થતા જણાય

મકર (ખજ)

  • આપની કર્તૃત્વ શક્તિ બળવાન બનશે

  • જીવનસાથી દ્વારા કાર્ય સંપન્ન થઈ શકે છે

  • લેખકો તેમજ ડેરીઉદ્યોગ સાથે સંકલાયેલાને સાનુકૂળતા

કુંભ (ગશષસ)

  • દલાલી અથવા કાઉન્સેલીંગના વ્યવસાય સાથે જોડાયેલાને લાભ થઈ શકે છે

  • ધનસ્થાન પ્રબળ બનતું જાય છે.

  • આકસ્મિક ધનલાભ પણ વર્તાય છે

મીન (દચઝથ)

  • કાર્ય સંપન્ન સારી રીતે થઈ શકે છે

  • પ્રતિપક્ષનો પણ આપને સહયોગ સાંપડે

  • જેમ જેમ દિવસ વિતતો જાય તેમ તેમ વિશેષ સરળતા રહે


 


અમિત ત્રિવેદી