આજે 5 નવેમ્બર એટલે કે આસો વદ તેરસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે હસ્ત નક્ષત્ર છે અને યોગ વિષ્કુંભ છે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  ધનતેરસ  ધનપ્રાપ્તિ માટેના પવિત્ર મંત્રોચ્ચાર


  1. ઐં શ્રીં હ્રીં ક્લીં.

  2. ઓમ નમઃ કમલાવાસિન્યૈ સ્વાહા .

  3. ઐં હ્રી શ્રીં ક્લીં સૌં જગત્પ્રસૂત્યૈ નમઃ .

  4. ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદપ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ સ્વાહા.

  5. શ્રીમહાલક્ષ્મી અષ્ટકં, કનકધારા સ્તોત્ર, શ્રીસૂક્ત, લક્ષ્મીસિદ્ધિ સ્તોત્ર તેમજ શ્રીમહાલક્ષ્મીસ્તુતિનો પાઠ કરી શકાય


તારીખ

5 નવેમ્બર 2018, સોમવાર

માસ

આસો વદ તેરસ (ધનતેરસ)

નક્ષત્ર

હસ્ત

યોગ

વિષ્કુંભ

ચંદ્ર રાશી

કન્યા (પ,ઠ,ણ)


  1. આજે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવો

  2. ઘર સ્વચ્છ રાખવું

  3. વ્યક્તિએ પ્રાતઃસમયે સ્નાનાદિક ક્રિયાથી પરવારી લેવું

  4. સવારે વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો

  5. શ્રીમહાલક્ષ્મીના પૂજન સમયે સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરવા

  6. સ્ત્રી જાતકોએ સોળશણગાર સજવા

  7. ઘરની બહાર રંગોળી પૂરવી

  8. ઘરમાં સુવાસીત પુષ્પો લાવવા


મેષ (અલઈ)

  1. ધનપ્રાપ્તિના યોગ છે

  2. ગળાની તકલીફથી સાવધાન રહેજો

  3. સરકારી કાર્યોમાં સિદ્ધિ

  4. આપના અધિકારી સાથે સુમેળ વધે

વૃષભ (બવઉ)

  1. સંતાન સંબંધી શુભ સમાચાર મળે

  2. સંચીત કર્મોનું શુભ ફળ મળે

  3. સર્જનશક્તિ દ્વારા ખ્યાતિ વધે

  4. કલાશક્તિ ખીલી ઊઠે

મિથુન (કછઘ)

  1. જીવનસાથી સાથે વ્યાવસાયીક જોડાણ વધે

  2. પણ, કાર્ય કરતા થોડી ચડભડ થાય

  3. માતા દ્વારા સહકાર મળે

  4. ફિલ્મ જોવાની પણ ઇચ્છા થાય

કર્ક (ડહ)

  1. તર્ક આધારીત પરાક્રમ થાય

  2. નોકરીમાં નવા વિચારથી કાર્યો થાય

  3. પ્રવાસની શક્યતા છે

  4. ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લેવાની શક્યતા છે

સિંહ (મટ)

  1. સરકારી કાર્યો સાથે જોડાણ વધે

  2. પાર્ટીનું આયોજન થઈ શકે છે

  3. મિજબાની અર્થે પ્રવાસ થઈ શકે

  4. ઘરમાં ખર્ચ પણ થાય

કન્યા (પઠણ)

  1. મોટાભાઈ અથવા સાળાના કાર્યમાં વ્યસ્તતા

  2. હવાઈ પ્રવાસની શક્યતા દેખાય છે

  3. આપે ગુરૂ કર્યા હોય તો તેના દર્શને જવાના યોગ છે

  4. દિવાળી પછી નોકરી બદલવાના વિચાર આવે

તુલા (રત)

  1. વૈભવી પદાર્થો પ્રાપ્ત થાય

  2. સુખસમૃ્દ્ધિમાં ઉમેરો થાય

  3. વેપારમાં નવા આયોજન કરવાના વિચાર આવે

  4. પરદેશથી આવકના સ્રોત ઊભા થાય

વૃશ્ચિક (નય)

  1. કાર્યશક્તિ વધે

  2. પ્રવૃત્તિમાં ઉમેરો થાય

  3. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલાને વ્યસ્તતા

  4. જીવનસાથી સાથે ચર્ચા-વિચારણા થાય

ધન (ભધફઢ)

  1. અગણિત વિચારોથી મન ઊભરાય

  2. નવા નવા આઈડીયા આવે

  3. સાથે ડહાપણ પણ ઊમેરાય

  4. નોકરીમાં નવી આશા પ્રાપ્ત થાય

મકર (ખજ)

  1. વ્યવસાયમાં આવક થાય

  2. દિવાળીનો તહેવાર આનંદમાં વીતે

  3. ધન આવે પણ વાપરવાની ઇચ્છા ન થાય

  4. ઈશ્વરમાં મન વધુ પરોવાય

કુંભ (ગશષસ)

  1. સંબંધો સાચવવાનો દિવસ છે

  2. શરદી-ખાંસી સતાવી શકે છે

  3. માતા દ્વારા લાભ થાય

  4. વાહનયોગ પ્રબળ બન્યો છે

મીન (દચઝથ)

  1. જીવનમાં ડહાપણ ઉમેરાય

  2. પત્ની સાથે પ્રેમ વિશેષ વધે

  3. ભાગીદારી પેઢીમાં સુમેળ વધે

  4. અચાનક પ્રવાસના યોગ બને છે


  1. જીવનસંદેશ – લક્ષ્મીજીને કમળનું પુષ્પ, પીળી બરફીનો પ્રસાદ, કેસર મીશ્રિત દૂધ, સુવાસીત પુષ્પો, દિપ પ્રાગટ્ય, પવિત્ર વાતાવરણ, શાંતિમય વાતાવરણ, સ્ત્રી પાત્રોનું સન્માન આ બધું ય લક્ષ્મીજીને પ્રિય છે... જતન કરજો...

    જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી