1. પ્રશ્ન  પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો શું કરવું

  2. અર્ધનારેશ્વરનો ફોટો રાખવો

  3. સંધ્યા કાળે તેની આરતી ઉતારવી

  4. શયનકક્ષમાં કૃષ્ણરાધાનો ફોટો મૂકી રાખવો

  5. અથવા, પતિ-પત્નીએ સજોડે હોય તેવો ફોટો લગાડી રાખવો

  6. રાત્રિના સમયે સ્હેજ અત્તરનો છંટકાવ પણ કરવો.

  7. પથારીની ચાદર લીલી અથવા ગુલાબી રાખવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

6 ઓક્ટોબર 2018, શનિવાર

માસ

ભાદરવા વદ બારશ

નક્ષત્ર

મઘા

યોગ

શુભ

ચંદ્ર રાશી

સિંહ (મ,ટ)


  1. બારશનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ (રેંટીયાબારસ)

  2. શનિપ્રદોષ

  3. બુધદેવ તુલા રાશીમાં 12.37 પછી ભ્રમણ કરશે

  4. ગાયનું ઘી, કપૂર, ચમેલીના તેલનો ધૂપ હનુમાનજીને કરવો

  5. ઓમ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા  મંત્રજાપ


મેષ (અલઈ)

  1. સંતાનનું સ્થાનાંતર સૂચવે છે

  2. કાર્યસ્થળે અધિકારી સાથે સુમેળ રાખવો

  3. જીવનસાથીનું જીદ્દીપણું સહન કરવું પડે

વૃષભ (બવઉ)

  1. આરોગ્યની ચિંતા થતી રહેશે

  2. પણ, તમારે નિર્ભય રહેવાનું છે

  3. હું કંઈ અનિષ્ટ જોતો નથી

મિથુન (કછઘ)

  1. કભી ખુશી, કભી ગમ જેવો દિવસ છે

  2. પારિવારીક પ્રશ્નોનો સામનો કરવો પડે

  3. પ્રેમીજન રિસાઈ જાય તો નવાઈ નહીં

કર્ક (ડહ)

  1. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં સંઘર્ષ થાય

  2. ધ્યાન કેન્દ્રિત કરવું

  3. મિથ્યા વાતોમાં પણ મન પ્રેરાઈ શકે છે

સિંહ (મટ)

  1. હિતશત્રુથી સાવધાન રહેજો

  2. ખાસ કરીને જાહેરજીવન સાથે જોડાયેલા માટે.

  3. મિત્રોથી આજે અસંતોષ જણાય

કન્યા (પઠણ)

  1. આજે ખબર ન પડે ક્યો મોરલો કળા કરી ગયો

  2. સ્થાનાંતરના યોગ પણ દેખાય છે

  3. અચાનક ધાર્મિક મુસાફરીના યોગ બને છે

તુલા (રત)

  1. કોઈપણ નિર્ણય ઉશ્કેરાટમાં ન લેવો

  2. કોઈપણ ત્યાગ આજે સંભાળીને કરવો

  3. ઉશ્કેરાટથી વ્હાલા વેગળા થઈ શકે છે

વૃશ્ચિક (નય)

  1. જીવનસાથીનું કહ્યું માનશો

  2. ધર્મક્રિયામાં મન વિશેષ ગોઠવાય

  3. સંધ્યા સમયે વિશેષ પ્રસન્નતા રહે

ધન (ભધફઢ)

  1. બિમારીને અવગણશો નહીં

  2. ભાષા આકરી બનશે તો દુઃખી થવું પડશે

  3. સંધ્યા સમયે વાદવિવાદ વકરે

મકર (ખજ)

  1. જીવનસાથીનું આરોગ્ય જોખમાય

  2. સવારનો સમય આપની કાર્યસિદ્ધિ દર્શાવે છે

  3. ધનસ્થાન પ્રબળ બન્યું છે

કુંભ (ગશષસ)

  1. ધર્મકાર્યોમાં સમય વિતે

  2. નોકરીમાં થોડું મન-દુઃખ થાય

  3. જીવનસાથી સાથે પણ વિવાદ થાય

મીન (દચઝથ)

  1. બુદ્ધિશક્તિ ખીલી ઊઠે

  2. સંધ્યા સમયે થોડું ચિડીયાપણું હાવી થાય

  3. સંયમ રાખશો તો જીતશો


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી