સોના-ચાંદીની પિચકારીથી ડાકોરના ઠાકોર રમ્યા ધુળેટી, અબીલ, ગુલાલના છોડો વચ્ચે વાતાવરણ બન્યું રંગમય
સોના-ચાંદીની પિચકારીથી ડાકોરના ઠાકોર ધુળેટી રમ્યા. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ધૂળેટીના દિવસે પરંપરાગત રીતે ઉજવાતા ફુલદોલોત્સવની આજે ઉજવણી કરવામાં આવી. સોનાની તેમજ ચાંદીની પિચકારી ધારણ કરી ભગવાન દૈદીપ્યમાન થયા. ડાકોરના ઠાકોરના દ્વારે આજે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ.
ઝી ન્યૂઝ/ખેડા: ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ, દ્વારકા, ડાકોરમાં લાખો ભક્તો પહોંચ્યા છે. સોના-ચાંદીની પિચકારીથી ડાકોરના ઠાકોર ધુળેટી રમ્યા. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ધૂળેટીના દિવસે પરંપરાગત રીતે ઉજવાતા ફુલદોલોત્સવની આજે ઉજવણી કરવામાં આવી. સોનાની તેમજ ચાંદીની પિચકારી ધારણ કરી ભગવાન દૈદીપ્યમાન થયા. ડાકોરના ઠાકોરના દ્વારે આજે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ.
રણછોડજીને કંકુ તિલક કરી સોનાની તેમજ ચાંદીની પિચકારીથી શ્રીજીના સેવકો દ્વારા કેસુડાના ફાગ ખેલવાનો ભાવ ઉત્ત્પન્ન કરાયો. અબીલ ગુલાલના છોળો ઉડાડી ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાતના દૂર દૂર આવેલ ભકતો ડાકોરના ઠાકોરના દર્શન કરી ધુળેટી મનાવી હતી. આજે ભગવાન રાજા રણછોડને સોનના પારણે જુલાવવામાં આવ્યા. અબીલ ગુલાલની છોડો ઉડાડી ફૂલ દોલોત્સવની ઉજવણી કરવામાં આવી. ફૂલ દોલોત્સવની ઉજવણીમાં રંગબેરંગી રંગો ભક્તો પર ઉડાળી મંદિરમાં ઉજવણી કરાઈ રહી છે. સોના-ચાંદીની પિચકારીથી શ્રીજીના સેવકો દ્વારા કેસુડાના ફાગ ખેલાયો. અબીલ, ગુલાલના છોડો ઉડાડતા વાતાવરણ રંગમય બન્યું.
દ્વારકામાં આજે ધામધૂમથી ઉજવાશે ફુલડોલ ઉત્સવ
જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં આજે 2 થી 3 વાગ્યા દરમિયાન ફુલડોલ ઉત્સવની ઉજવણી થઈ. દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઇ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. આજે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રંગાવા ભક્તો પહોંચ્યા છે. અબીલ ગુલાલના રંગો સંગ ભક્તો દ્વારકાધીશ સંગ રંગાયા. આ સાથે મંદિરમાં આજે પૂજારી પરિવાર દ્રારા પણ ભવ્ય ઉજવણી થશે.
ડાકોરમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસૂડાનો રંગ
મહત્વનું છે કે, સોનાની પિચકારીથી ભગવાને ભક્તો ઉપર કેસૂડાનો રંગ છાંટ્યો છે. ઉત્તર ફાગણ નક્ષત્ર હોય તે દિવસે ડાકોર રણછોડજી મંદિરમાં ફૂલદોડ ઉત્સવ ઉજવવામાં આવે છે. અબીલ ગુલાલ સહિતના રંગોથી સમગ્ર ડાકોર મંદિર ભીંજાયું છે. આજે યાત્રાધામ ડાકોરમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી પરંપરાગત રીતે ઉજવાયો હતો. ભગવાન પોતાના ભક્તો સાથે પરંપરાગત રીતે સોનાની પિચકરી કલર અબીલ ,ગુલાલ અને કેસૂળાથી ધૂળેટી રમ્યા હતા. ભક્તો પણ ભગવાનના દર્શન કરી ધૂળેટી રમી ઝૂમી ઉઠ્યા હતા.
ડાકોર ફાગણી પૂનમ ઉત્સવમાં 12 લાખથી વધુ ભક્તો જ્યારે ઉમટી પડ્યા હોય અને તેવામાં કાયદો અને વ્યવસ્થા માટે ખડેપગે છેલ્લા 5 દિવસથી પોતાના પરિવરથી દૂર મહિલા અને પુરુષ પોલીસ જવાનોએ આજે ડાકોર મંદિરમાં જ ભગવાન સાથે ધૂળેટી રમ્યા બાદ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ આજે મન ખોલી ધૂળેટી રમ્યા હતા. અબીલ ગુલાલથી એકમેકને રંગો થી રંગી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ જવાનોએ આજે મંદિરના પટાંગણમાં જ બધુ ભૂલી રંગોત્સવની મજા માણી હતી. જય રણછોડ ના નાદથી આજે પોલીસ કર્મીઓ ધૂળેટી રમતા ભક્તોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.