લૉકડાઉન દરમિયાન દેશભરમાં મંદિરો અને ધાર્મિક સ્થાનો પણ બંધ હતા. ત્યારે હવે અનલૉક બાદ મંદિરો એક બાદ એક ખુલી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટા મંદિરોને પણ ખોલવામાં આવ્યા છે. જેમાં ભગવાન દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર વગેરે મંદિરોને ખુલી ચૂક્યા છે. ત્યારે ડાકોરનું રણછોડરાયજી અને BAPSના મંદિરો ખુલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિભક્તો માટે બોચાસણવાસી અક્ષર પુરુસોતમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મંદિરો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં BAPSના મંદિરો 17મી જૂનથી ખોલાશે. સવારે 8થી 11 અને સાંજના 4થી 6 સુધી દર્શન થશે. જોકે સામાજિક અંતર અને સ્વાસ્થ્ય અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે. તો 18 જૂને ડાકોર રણછોડરાયજી મંદિર ખોલવાનો પણ મંદિર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ડાકોરના ભક્તો પોતાની ઓળખ બતાવીને દર્શન કરી શકશે.


મહત્વનું છે કે, અનલૉકમાં મંદિરો ખોલવાની છૂટછાટ બાદ પણ BAPSના મંદિરો અને ડાકોર મંદર બંધ હતું. BAPS મંદિર દ્વારા જાહેરાત કરાઇ હતી કે, દેશભરમાં 15 જુન સુધી BAPS સંસ્થાના મંદિરો ખુલશે નહીં. આ જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 જુન સુધીની સ્થિતિને લઈ આગામી નિર્ણય લેવામાં આવશે. ત્યારે આજ રોજ આ અંગે નિર્ણય લેવાઇ ચૂક્યો છે. દેશભરમાં BAPSના મંદિરો 17 જૂન અને ડાકોર રણછોડરાયજીનું મંદિર 18  જૂનથી ખોલાશે.