નીતીન ગોહિલ/ભાવનગર: જિલ્લાનું નવા રતનપર ગામમાં દલીત પર અત્યાચારની ઘટના આવી છે. ઘટાના એવી છે, કે કેશવભાઈ સુમરા નામનાં દલિત આધેડનું અવસાન થતાં નવા રતનપર ગામનાં સરપંચના પતિ દ્વારા સ્મશાનમાં દફનવિધિ કરવાની ના પાડી હોવાનો અક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સરપંચના પતિની અગાઉ 9 મહિના પહેલા પણ આ પ્રકારની દબંગાઇ સામે હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા રતનપરાના સરપંચના પતિ દ્વારા અવાર-નવાર દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સપંચના પતિનું નામ જગદીશ બારેયા છે.ત્યારે સરપંચ દ્વારા સ્મશાનમાં દફનવિધી ન કરવા દેતા ગામના દલિત સમાજના લોકોએ મૃતદેહને લઇને ભાવનગર ડીએસપી કચેરી પહોંચ્યા છે.


ગુજરાતના આ જસ્ટિસે અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી ઉત્તરાયણની જાહેર રજા


આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી છે,કે જ્યાં સુધી સરપંચના પતિ જગદીશભાઈ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશની અંતિમ વિધિ નહીં કરવામાં આવેશે નહિ. પોલીસ દ્વારા સમગ્ર મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.