સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટનાં ધોરાજીમાં મેઘવાર સમાજના સમૂહ લગ્નમાં 11 વરરાજોઓનો સામૂહિક વરઘોડો નીકળ્યો છે. રાજ્યમાં એક્તા અને ભાઈચારાનો સંદેશ આપવા માટે મેઘવાર સમાજે એકસાથે 11 વરરાજાઓનો વરઘોડો કાઢ્યો હતો.  ધોરાજીનાં ગેલેક્સી ચોકથી ભૂખી ચોકડી સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


પોલીસ લોકઅપમાં ઢોર માર ખાનાર આરોપી યુવકનું મોત, પણ સુરત પોલીસ ફરાર 8 પોલીસ કર્મીઓને ન શોધી શકી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘ અને મેઘવાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારથી જ વાજતેગાજતે 11 વરરાજાઓનો વરઘોડો નીકળ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રાજકોટના ગેલેક્સી ચોક પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી વરઘોડાની શરૂઆત કરાઈ હતી. વરઘોડો શરૂ કરતા પહેલા તમામ વરરાજા દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ જ વરઘોડો નીકળ્યો હતો. તેમજ તમામ વરરાજાની હાથમાં બાબાસાહેબની તસવીર પણ જોવા મળી હતી. વિવિધ રાજકીય અગ્રણીઓ દ્વારા અલગ અલગ સ્થળે વરરાજાઓની જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 



ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ઉત્તર ગુજરાતમાં દલિત યુવકના વરઘોડામાં થયેલા વિરોધ બાદ રાજકોટ પોલીસે આ વરઘોડાને પૂરતો બંદોબસ્ત ફાળવ્યો છે. જેમાં ડીવાયએસપી, પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ 60 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં જોડ્યા છે. 


અમરેલીના આ ખેડૂતે ચમત્કાર કર્યો, ઠળિયા વગરના જાંબુ ઉગાડ્યા



ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં દલિત સમાજનાં લગ્નનાં વરઘોડામાં હુમલાની ઘટનાઓ સામે આવી હતી. ઉત્તર ગુજરાતમાં દલિત સમાજનો વરઘોડો નહિ કાઢવા બાબતે દલિત સમાજ પ્રત્યે તિરસ્કાર દર્શાવી અને સામાજિક વૈમનસ્ય ઉભા કરતા તેના પડઘા સમગ્ર ગુજરાતમાં તેમજ દેશભરમાં પડ્યા હતા. ત્યારે આજનું આ આયોજન ઉત્તમ ઉદાહરણ બની રહેશે.