બોટાદ : દલિત ઉપસરપંચની હત્યા બાદ પરિવારે મૃતદેહ ન સ્વીકારતા પોલીસ દોડતી થઈ, 3 આરોપીની અટકાયત
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો હતો
પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળા રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવતમાં 6 શખ્સો દ્વારા આયોજનબદ્ધ રીતે ઉપસરપંચની હત્યા કરાઈ હતી. હુમલાખોરો GJ 6 BA 6003 નંબરની મારુતિ ઝેન કાર લઈને આવ્યા હતા. તેમણે ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની મોટર સાઇકલને પહેલા તો ટક્કર મારી હતી અને બાદમાં સશસ્ત્ર હુમલો કર્યો હતો. બનાવ સ્થળે હુમલો કરી નાસી છૂટયા બાદ મનજીભાઈને તાત્કાલિક ધંધુકા RMS હૉસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક સરપંચ મનજી સોલંકીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોડી રાત્રે લાવવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. રાજ્યમાં અવારનવાર થતાં દલિતો પરના હુમલાને પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓએ મનજીભાઈનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત એલસીબી તેમજ રાણપુર પોલીસ સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર : બે ગ્રૂપ વચ્ચે જૂથ અથડામણથી મોડી રાત્રે પોલીસ દોડતી થઈ
ત્રણ આરોપીઓ પકડાયા
હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર અને હરદીપ ભરતભાઇ ખાચરની આ હત્યા કેસમાં અટકાયત કરાઈ છે. પાળીયાદ સાયલા હાઇવે પરથી બે આરોપી ઝડપાયા હતા. જ્યારે એક આરોપી કોમ્બિગ દરમિયાન ઝડપાયો હતો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય આરોપીઓની વિગત માટે પૂછપરછ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઉપસરપંચ મનજીભાઈ સોલંકીએ રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું, પરંતુ પોલીસ રક્ષણ મળ્યું ન હતું. તો બીજી બાજુ પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા તથા ન્યાયની માગણી કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :