સમીર બલોચ/અરવલ્લી :ગઈકાલે મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર  ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ આજે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી. 


દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ મધ્યસ્થી બન્યા બાદ આજે સવારે વરરાજા જયેશ રાઠોડનો આજે વરઘોડો નીકળ્યો હતો. જેના બાદ પરિવારજનો ભારે ખુશખુશાલ જોવા મળ્યા હતા. ઘરમાં લીધેલો મંગળ પ્રસંગ આખરે વરઘોડા સાથે નીકળતા દરેકના ચહેરા પર ઉત્સાહની લાગણી જોવા મળી હતી. પરિવારજનો સજીધજીને દીકરાને પરણવા નીકળ્યા હતા. વરઘોડામાં ગઈકાલની ઘટનાને ભૂલાવીને સ્વજનો નાચતા-ગાતા જોવા મળ્યા હતા. ડીજે સાથે જાન નીકળતા રાઠોડ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. આમ, બીજા દિવસે પોલીસ બંદોબસ્તમાં વરઘોડો નીકળતા ગામમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. 


[[{"fid":"214880","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"KhambisarMarriage44.jpg","field_file_image_title_text[und][0][value]":"KhambisarMarriage44.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"KhambisarMarriage44.jpg","field_file_image_title_text[und][0][value]":"KhambisarMarriage44.jpg"}},"link_text":false,"attributes":{"alt":"KhambisarMarriage44.jpg","title":"KhambisarMarriage44.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


શું બની હતી ઘટના 
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રહેતા પુજાભાઈ ડાહ્યાભાઈ રાઠોડનાં દીકરા જયેશના લગ્ન સાબર્કાન્થા જીલ્લાના અડપોદરા પાસે આવેલા માળી ગામે આવતી કાલે યોજાનાર હતા, ત્યારે આ લગ્ન માટે ગઈકાલે સાંજે પાંચ વાગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગામના અન્ય સમાજના લોકો દ્વારા અત્યાર સુધી ગામમાં અનુસુચિત જાતિ સમાજનો ક્યારેય વરઘોડો નીકળ્યો નથી તેવું કહી વરઘોડો જે રસ્તે થઇ નીકળવાનો હતો તે રસ્તા મહિલાઓ દ્વારા હાથમાં ભજન કીર્તનનાં સાધનો લઇ રસ્તા વચ્ચે બેસી જઈ વરઘોડો રોકવામાં આવ્યો હતો.


ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રહો સાવચેત ,જુઓ તમારી સાથે પણ થઈ શકે છે આવું


ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું
દલિત પરિવારનો વરઘોડો રોકવાનો મામલે થયેલી બબાલ બાદ વરપક્ષ દ્વારા વરઘોડો કેન્સલ કરવામાં આવ્યો હતો. વરના પિતા પૂજાભાઈ રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, જો અમને ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું. તેમણે કહ્યું કે, અમે વરઘોડો કાઢવાના નથી. ભયના માહોલના કારણે ફરી બબાલ ના થાય એ માટે વરઘોડો નીકાળવામાં આવશે નહિ. અમને હજી પણ ડર લાગે છે. તો બીજી તરફ વરરાજા જયેશે કહ્યું હતું કે, જો અમને પૂરતુ પોલીસ પ્રોટેક્શન મળે તો અમે વરઘોડો કાઢીશું 


Kutch : મોડી રાત્રે ચા પીવા નીકળેલા ત્રણ યુવાનોના મોત, અજાણ્યુ વાહન ટક્કર મારી ફરાર


અશાંતિ ફેલાવનાર સામે થશે કાર્યવાહી 
વરઘોડામાં બબાલ બાદ રેન્જ આઈજી મયંકસિંહે ઘરના સભ્યોની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને વરઘોડાની તૈયારીઓ માટે કહ્યું હતું. તેમણે પોલીસ બંદોબસ્તની પણ સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 11 વાગ્યે જાનને લઈ જવામા આવશે. પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષના આગેવાનોની બેઠક કરવામાં આવી હતી. ગઈકાલે ગામમા શાંતિ માટે બેઠક યોજવામા આવી હતી અને બધાએ શાંતિની વાત કરી હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર પણ હાજર હતું. લગ્ન પ્રસંગ શાંતિપૂર્વક પૂર્ણ થાય એ અમારી પ્રાથમિકતા છે. કાયદાકીય કાર્યવાહી અને ફરિયાદ તપાસ બાદ થશે. અશાંતિ ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે. પોલીસે સમજાવટ સહિત ના તમામ પ્રયત્ન કર્યા હતા, જે પણ પોલીસ અધિકારી જવાબદાર હશે તે લોકો સામે પણ તપાસ થશે. પરિવારજનોનો આક્ષેપ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર છે તેની પણ તપાસ કરીશું.