ગોવા કરતા પણ ગુજરાતના આ બીચની વધુ ડિમાન્ડ છે, વેકેશન પડતા જ વાટ પકડી
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ગુજરાતીઓનું ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે દમણ. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મિની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પકડ્યો છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. દમણમાં સમર વેકેશનની મજા માણવા અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જમપોર અને દેવકાના દરિયા કિનારે પ્રવાસીઓ ઉમટતા રોનક જોવા મળી રહી છે.
નિલેશ જોશી/દમણ :કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ગુજરાતીઓનું ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે દમણ. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મિની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પકડ્યો છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. દમણમાં સમર વેકેશનની મજા માણવા અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જમપોર અને દેવકાના દરિયા કિનારે પ્રવાસીઓ ઉમટતા રોનક જોવા મળી રહી છે.
હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી લોકો ત્રાહિમામ પોકારી રહી છે. ગરમીનો પારો 47 ડિગ્રીને પણ આંબી ગયો છે ત્યારે ફરવાના ખુબ શૌખીન એવા ગુજરાતીઓએ દમણની વાટ પકડી છે. મોકો મળતા ગુજ્જુઓ દીવ દમણ કે ગોઆ ફરવા ઉપડી જાય છે. મિની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેના કારણે 2 વર્ષથી ઠપ પડેલા દમણ પ્રવાસનને પણ વેગ મળ્યો છે.
આ પણ વાંચો : ખેડામાં એલિયનની રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો ચાલુ, વધુ એક ગોળો આકાશમાંથી પડ્યો
એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે અને દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે. દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે. આથી દમણ મિની ગોવા તરીકે પણ ઓળખાય છે. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં ઐતિહાસિક કિલ્લો, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. સાથે જ પ્રદેશમાં દારૂની પણ છૂટ હોવાથી મોટી સંખ્યામાં શોખીનો દર વર્ષે દમણની મુલાકાત લે છે. ત્યારે દમણમાં સમર વેકેશનમાં હાલ અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે.
આ પણ વાંચો : રાજકોટના ધારાસભ્યોના ક્લાસ લેતી ભાજપ, આ રીતે સરવે કરીને નક્કી કરશે ઉમેદવાર
હાલે ગુજરાતમાં ગરમીનો પારો 45 થી 47 ડિગ્રીને આંબી ગયો છે. લોકો ગરમીથી રાહત મેળવવા વોટર પાર્ક, સ્નો પાર્ક કે પછી હિલ સ્ટેશનની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે સંઘ પ્રદેશ દમણના બીચ પર હાલે આહલાદક વાતાવરણ છે. દમણના દરિયા કિનારે લોકો ઠંડા પવનની મોજ માણી રહ્યાં છે. છેલ્લા 2 વર્ષથી સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. કોરોનાને કારણે સાત મહિનાથી દમણના પર્યટન સ્થળો સૂમસામ ભાસી રહ્યા હતા. આથી મોટેભાગે પર્યટન પર જ નિર્ભર આ પ્રદેશના હોટલ ઉદ્યોગ અને અન્ય સંબંધિત ઉદ્યોગ પણ મુશ્કેલીમાં હતો. જોકે આ વખતે ફરી એક વખત આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે. ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પર્યટકો ફરી એક વખત આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જમપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. સમર વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે. પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે. જેથી નાના વેન્ડરથી લઈને દમણવાસીઓને આર્થિક ફાયદો થઇ રહ્યો છે. હોટલ ઉદ્યોગમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચો : અંગત સંબંધોના વીડિયોથી સુરતની યુવતીને બ્લેકમેલ કરતો રાજસ્થાની ક્રિકેટર પકડાયો
મહત્વપૂર્ણ છે કે, સંઘ પ્રદેશ દમણ દરિયા કિનારે આવેલું છે અને દરિયાની સુંદરતાને કારણે દેશભરમાં જાણીતું છે. આથી ગુજરાત અને નજીકના રાજ્યના પર્યટકો દરિયાની મોજ માણવા માટે ગોવાની જગ્યાએ દમણને વધારે પસંદ કરે છે. આથી દમણના દરિયા કિનારા મિની ગોવા જેવો આભાસ કરાવે છે. છેલ્લા 5 વર્ષથી જે રીતે પ્રદેશના દરિયા કિનારાનો ચોમેરથી વિકાસ થયો છે. તેને કારણે હવે દમણના દરિયા કિનારા વિદેશના દરિયાકિનારાને ટક્કર આપે તેવા સુંદર લાગી રહ્યાં છે. આથી પર્યટકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આમ હવે કોરાનાના કપરા કાળ બાદ ફરી એક વખત દમણના પર્યટન ઉદ્યોગની રોનક પરત ફરી છે.
આ પણ વાંચો :
રાતના અંધારામાં વડોદરા પાલિકાનો ખેલ, લોકોના ડરથી રાત્રે 2 મંદિરો તોડી પાડ્યા