નિલેશ જોશી/ દમણ :દમણ એટલે ગુજરાતીઓ માટે ગોવા. ગુજરાતીઓ વિકેન્ડમાં દમણમાં જ પહોંચી જતા હોય છે. દમણ એ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. ત્યારે દમણના દરિયામાં ન્હાવાના પ્રતિતબંધ બાદ વધુ એક પ્રતિબંધ મૂકાયો છે. હવેથી દમણના દરિયા કિનારે પાન મસાલા અને ગુટખા ખાવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવેથી દમણના દરિયા કિનારે પાન મસાલા અને ગુટખા ખાતા પકડાઈ જશે તો દંડ ફટકારવામાં આવશે.દ રિયા કિનારે સ્વછતા જાળવવા અને વ્યસન મુકિત માટેના અભિયાનના ભાગરૂપે નિર્ણય લેવાયો છે. આ માટે બીચ પર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમણના દરિયા કિનારે નાહવા પર પ્રતિબંધ લાગ્યા બાદ વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દમણ કલેક્ટર દ્વારા જાહેર કરેલા એક આદેશમાં દમણના દરિયા કિનારે ન્હાવ ઉપરાંત પાન મસાલા અને ગુટકા ખાવાની સાથે પ્લાસ્ટિકના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પર્યટકોની સુરક્ષા માટે દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને પર્યટકોને દરિયામાં ન્હાતા રોકવા પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે.


આ પણ વાંચો : અમદાવાદીઓ એલર્ટ રહેજો, 30 અને 1લી તારીખે આ વિસ્તારોમાં વાહન પાર્ક કર્યું તો પોલીસ ફરિયાદ થશે


હવે દમણના દરિયા કિનારે સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણનું જતન થાય તે માટે અભિયાન શરૂ કરાયુ છએ. હવેથી દમણના દરિયા કિનારા પર પાન મસાલા અને ગુટકા ખાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ દરિયા કિનારે પ્લાસ્ટિકનાં વપરાશ પર પણ રોક લગાવવામાં આવી છે. તેમજ કલેક્ટરના આ આદેશના ભંગ બદલ રૂપિયા 1000 નો દંડ પણ ફટકારવામાં આવશે.


મહત્વપૂર્ણ છે કે દમણના દરિયા કિનારે દર વર્ષે મોટી સંખ્યામાં દેશભરમાંથી પર્યટકો ઉમટે છે. આથી દરિયા કિનારે ભીડ જામે છે. સાથે જ ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી દરિયામાં નહાવું જોખમી સાબિત થઇ શકે છે. આથી પર્યટકોની સલામતી માટે પ્રશાસન દ્વારા દરિયામાં ન્હાવા પર રોક લગાવવામાં આવી છે. વધુમાં હવે દમણનો દરિયા કિનારો પણ સ્વચ્છ રહે તે માટે દરિયાકિનારે પાન મસાલા અને ગુટકા ખાવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો : પૂણેના કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન ગુજરાતી યુવકનું મોત થયું, 150 ફીટ નીચેથી લાશ મળી


આ આદેશોનું પાલન કરવા માટેની જવાબદારી પોલીસ વિભાગની સાથે અનેક વિભાગોને સોંપવામાં આવી છે. આદેશના પાલન માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, એક્સાઇઝ વિભાગને પણ સોંપવામાં આવી છે. દમણના દરિયા કિનારે તૈનાત પોલીસકર્મીઓ પ્રશાસનના આદેશોનું કડકાઇથી પાલન થાય તે માટે સતત નજર રાખી રહ્યા છે. આથી જો હવે દમણના દરિયા કિનારે પાન મસાલા કે ગુટકા ખાતા પકડાશે તેમને 1 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. આથી હવે દમણના દરિયા કિનારે ફરવા જઈ રહ્યા છો તો દરિયા કિનારા પર પાન મસાલા અને ગુટકા ખાવા મોંઘા પડી શકે છે.