નિલેશ જોશી/દમણ: રાજ્યના પડોશમાં આવેલા દમણમાં ભાજપના નેતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. વિકી હરી ટંડેલ ઉર્ફે વિકી કાશી નામના યુવકની તીક્ષણ હથિયારોના ઘર ઝીંકી હત્યાની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ હતી. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ અચાનક જ દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હત્યા થઈ જતા નાનકડા સંઘ પ્રદેશમાં સનસની વ્યાપી ગઈ હતી. દમણ પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરી ટંડેલ ઉર્ફે વીકી કાશી નામના એક યુવકની હત્યા
દમણના બોરાજીવા શેરીમાં રહેતા વિકી હરી ટંડેલ ઉર્ફે વીકી કાશી નામના એક યુવકની હત્યા નો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક ઘરમાં હથિયાર સાથે એક બુકાનીધારી એ ઘૂસી અને વીકી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વિકી ગંભી રીતે ઇજાગ્રસ્ત હતો. અચાનક બનેલા બનાવથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પરિવારજનોએ વિકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો હતો. જોકે તબીબો એ મૃત જાહેર કર્યો હતો.


ભાજપના નેતાની હત્યાને કારણે સનસની મચી ગઈ
બનાવની જાણ થતા જ દમણ પોલીસ એ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક વિકી કાશી દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતાં. આમ ભાજપના યુવા નેતાની હત્યાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. લોકસભાની ચૂંટણી પૂરી થયાના ગણતરીના દિવસોમાં જ ભાજપના નેતાની હત્યાને કારણે સનસની મચી ગઈ હતી. જાણ થતાં જ દમણ પોલીસ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના હત્યારાને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર
દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી. મૃતક વિકી કાશીની હત્યા મામલે દમણ પોલીસે મૃતકના સગા ભાઈ અશોક કાસીની શંકાના આધારે અટકાયત કરી હતી. પોલીસે આગવી ઢબે અશોક કાશી ની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી કે મોટાભાઈ અશોક કાસી એ જ મોટાભાઈ વિકી કાશીની હત્યા નિપજાવી હતી. બંને વચ્ચે ચાલતા મિલકતના વિવાદને કારણે અનેક વખત બબાલ થતી હતી. આખરે બંને ભાઈઓ વચ્ચે ચાલતા મિલકતના વિવાદનો અંત લોહિયાળ આવ્યો અને ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 


જર, જમીન અને જોરુ કજીયાના છોરું.. આ કહેવત ફરી સાચી ઠરી!
મૃતક વિકી કાશી અત્યારે દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા. તો આરોપી હત્યારો ભાઈ અશોક કાશી બે દિવસ અગાઉ જ લન્ડનથી દમણ પરત ફર્યો હતો. વિકી ટંડેલના પરિવાર બાકીના પરિવાર લંડન રહે છે .અશોક ટંડેલ પણ અગાઉ ભાજપમાં હોદ્દા ઉપર રહી ચૂક્યો હતો. જર, જમીન અને જોરુ કજીયાના છોરું.. આ કહેવત ફરી એકવાર સાચી ઠરી છે. આમ એક મોટાભાઈએ નાના ભાઈની મિલકતના વિવાદમાં સગા ભાઈનું ટીમ ઢાળી નાખ્યું છે અને હત્યા જેવો ગંભીર ગુનો કરી નાખ્યો છે. આમ ટંડેલ પરિવારમાં કાલે શોકની લાગણી ફેલાઇ છે.