Gujarat Election 2022 Trending Video બુરહાન પઠાણ/આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ નવુ નવુ લઈને આવી રહ્યાં છે. પરંતું કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારથી વિવાદમાં આવ્યા છે. આણંદના આણંદના બોરસદમાં કોંગ્રેસની જાહેર સભામાં ડાન્સરને બોલાવવામાં આવી હતી. ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોરસદ વિધાનસભા કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. કૉંગ્રેસની ચૂંટણી સભામાં ભીડ એકત્ર કરવા તેમણે ડાન્સરનો સહારો લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા ચર્ચા ઉઠી હતી. ત્યારે લોકોએ કહ્યું કે, શું લોકો પાસે મત માંગવા ઉમેદવારે ડાન્સરનો સહારો લીધો. કૉંગ્રેસના ઉમેદવારનાં બેનરો લાગેલા મંચ પર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો. 



કૉંગ્રેસના ઉમેદવારનાં બેનરવાળા મંચ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાના વીડિયો વાયરલ થયા છે. કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સભામાં ભીડ ભેગી કરવા ડાન્સરનો સહારો લેવાયો તેવું કહેવાયું છે. જોકે, વીડિયા અંગે ZEE કલાક પુષ્ટી નથી કરતું. સાથે જ આ વીડિયો કયા ગામનો છે તેની પૃષ્ટિ થઈ શકી નથી.