દાંડી યાત્રાના ઈતિહાસ સાથે અનોખી રીતે જોડાયેલું છે બોટાદ જિલ્લાનું રાણપુર ગામ
દાંડી યાત્રા ને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ રાજ્યમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે રાણપુર બ્રિટિશનું શહેર હતું જેને લઈ શહેરનો દાંડી યાત્રા સાથે અનેક નાતો જોડાયેલ છે.
રઘુવીર મકવાણા, બોટાદઃ આવતીકાલે એટલે કે 12 માર્ચે ગાંધી આશ્રમ ખાતેથી 91મી દાંડી યાત્રા યોજાવાની છે. આ યાત્રાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી ૭પ અઠવાડિયા દરમિયાન ૭પ કાર્યક્રમો યોજાશે. ત્યારે બોટાદ જિલ્લામાં આવેલા રાણપુર ગામનો દાંડી યાત્રા સાથે અનોખો નાતો જોડાયેલો છે. આમ દાંડી યાત્રા સાથે રાણપુર શહેરનો ઇતિહાસ જોડાયેલો છે .
દાંડી યાત્રા ને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ રાજ્યમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે રાણપુર બ્રિટિશનું શહેર હતું જેને લઈ શહેરનો દાંડી યાત્રા સાથે અનેક નાતો જોડાયેલ છે. 1925માં પ્રથમવાર મહાત્મા ગાંધીજી રાણપુર શહેર આવેલા અને ફૂલછાબ અને જન્મ ભુમી પેપરના સ્થાપક અમૃતલાલ શેઠને મળેલા હતા. ગાંધીજીએ રાણપુર શહેરની ત્રણ વાર મુલાકાત લીધી હતી. અહીં બાપુ ઝવેરચંદ મેઘાણી અને અમુતલાલ શેઠને મળેલા છે . જેમાં ખાસ કરીને ધોલેરા સત્યાગ્રહમાં રાણપુર મહત્વની છાવણી હતી. સમગ્ર કાઠીયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ અહીંયા ભાગ લેવા આવતા હતા. જેમાં સત્યાગ્રહીઓ અહીંયા ભાગ ના લઈ શકે તે માટે બ્રિટિશ સરકારના લોકો રાણપુર રેલવે સ્ટોપ ઉપર ટ્રેન ઉભી ના રાખતા.
આ પણ વાંચોઃ આઝાદી કા અમૃત મહોત્સવઃ ગાંધી આશ્રમમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો, કાલે આવશે પીએમ મોદી
જેને લઈ સત્યાગ્રહીઓ અહીંયા આવી ન શકે પરંતુ સત્યાગ્રહીઓ અન્ય સ્ટેશનો ઉપર ઉતરી એક હાથ માં ઝડો અને એક હાથમાં મીઠાની થેલી લઈ બ્રિટિશ સરકારના ભારે દમણ વચ્ચે પણ ચાલીને રાણપુર આવતા હતા. રાણપુરના ગ્રામજનોને બ્રિટિશ સરકાર પરેશાન ન કરે તે માટે કોઈના ઘરે રહેવાના બદલે શહેરના સ્મશાનમાં રાત રોકાતા અને ત્યાં સત્યાગ્રહ અંગેની રણનીતિ ત્યાર કરતા હતા. તેમજ સવારે તેઓ સત્યાગ્રહ અંગેની પત્રિકોઓ અહીંથી લઈ અન્ય શહેરમાં જતા હતા. આમ રાણપુર શહેરનો દાંડી યાત્રા સાથે નાતો જોડાયેલો છે
1925માં ધોલેરા રાણપુરમાં મીઠાના સત્યાગ્રહમાં જે દાંડી કૃત્ય થવાનું હતું તે વખતે ગાંધીજી રાણપુર આવેલા અને રાણપુર ગ્રામ પંચાયતે તેમનું સન્માન કર્યું હતું. અમૃતલાલ શેઠ સાથે ફુલછાબ પ્રેસમાં રાતવાસો કરેલો અને ત્યાં એક લીંબડાનું વૃક્ષ છે ત્યાં વૃક્ષ નીચે ઝવેરચંદ મેઘાણી, ગાંધીજી અને અમૃતલાલ શેઠ ત્રણેય બેસી આ બધી ચર્ચાઓ અને વિચારણા કરતા હતા અને તેનું લખાણ કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube