Sarita Gaekwad હિતાર્થ પટેલ /ડાંગ : ગુજરાતની ગોલ્ડન ગર્લ તરીકે દેશને એશિયન ગેમ્સમાં સ્વર્ણપદક અપાવનારી ડાંગનું દિલ્હીમાં સન્માન કરાયું છે. ડાંગની દીકરી સરિતા ગાયકવાડને દિલ્હી ખાતે 'કમલા પાવર વુમન એવોર્ડ-૨૦૨૩' થી સન્માનિત કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠમી એશિયન ગેમ્સમાં દેશને ૪/૪૦૦ મીટર ની વિઘ્નદોડમાં સ્વર્ણપદક અપાવનારી ડાંગની આ દોડવીરને, દેશની જુદા જુદા ક્ષેત્રની પાવરફુલ ૭૫ મહિલાઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં દિલ્હી સ્થિત ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ૧૫-જનપથ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં, દેશના પ્રતિષ્ઠિત નાગરિકો, સરકારના વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ સહિત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી, દેશનું નામ રોશન કરનારી સન્નારીઓ ઉપસ્થિત રહી હતી. જેમની હાજરીમાં ડાંગની દીકરી સરિતા ગાયકવાડે આ સન્માન સ્વીકાર્યું હતું.


સરકારના આંખમાં ધૂળ નાંખી ગુજરાતનો મહાઠગ સરકારી પૈસે આખું કાશ્મીર ફર્યો, LOC સુધી ગયો


દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી હતી. આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવ્યા બાદ અને પોલીસ વિભાગમાં ડીવાયએસપીની ફરજ બજાવ્યા બાદ પણ તેઓ સાદગી રીતે ખેડૂત પુત્રી તરીકેનું જીવન જીવે છે. સામાન્ય ખેડૂત પરિવારની દિકરીની જેમ તેઓ ખેતરમાં ડાંગરની કાપણી કરે છે. જેને કારણે લોકો તેમની વાહવાહી કરે છે. 


બેશરમ પ્રેમી : કોર્ટમાં કહ્યું, મારી ગર્લફ્રેન્ડને તેના પતિથી છોડાવીને મને સોંપી દો