જાવેદ સૈયદ/અમદાવાદ: નારોલ-પીરાણા રોડ પર આવેલી નંદનવન ડેનિમ ફેક્ટ્રીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે 4 લોકોનાં મોત નિપજ્યા હતા. આગમાં 10 લોકો ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની 19થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાનાં પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાલ પ્રાથમિક તબક્કે તમામ કર્મચારીઓ સહીસલામત બહાર આવે તે ખુબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાનાં વેપારીને કસ્ટમનાં અધિકારીની ઓળખ આપી 15 લાખ રૂપિયાની લૂંટ
આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. જો કે બીજા અને ત્રીજા માળ પર આગ લાગી ગઇ હોવાનાં કારણે શેડ તોડ્યા બાદ ઉપરથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા સ્નોરકેલ, ચક્રવાત, ગજરાજ સહિત 19 ફાયર વાહનો દ્વારા આગને કાબુમાં લેવાનાં પ્રયાસો કરવામાં આવી રહી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ પ્રાથમિક રીતે તમામ કર્મચારીઓને બહાર કાઢવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube