વડોદરા: દશરથ પાસે નાસ્તા હાઉસમાંથી IPL મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા
શહેરમાં IPL મેચ પર સટ્ટો રમતા 4 લોકોની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે દશરથ ગામે ઓનલાઇન સટ્ટો રમતા 4 લોકોને 1,14,295નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. દશરથ ગામે આવેલા જલારામ નાસ્તા હાઉસમાં બેસીને આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યા હતા.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં IPL મેચ પર સટ્ટો રમતા 4 લોકોની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે દશરથ ગામે ઓનલાઇન સટ્ટો રમતા 4 લોકોને 1,14,295નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. દશરથ ગામે આવેલા જલારામ નાસ્તા હાઉસમાં બેસીને આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવેલી રેડમાં મુખ્ય સટોડીયો આલોક પટેલ પોલીસના હાથે લાગ્યો નથી અને ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા આલોક પટેલને વોન્ટડ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે, કે આ ચાર લોકો દ્વારા galaxyexch9.com નામની વેબસાઈટ પર સટ્ટો રમી રહ્યા હતા.
સુરેન્દ્રનગર: વોરન્ટ બજાવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર આરોપી દ્વારા કરાયો હુમલો
દશરથ ગામે સટ્ટો રમતા ચાર લોકોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ટી.વી, સેટઅપ બોક્સ, 4 મોબાઇલ સહિત 1295 રૂપિયાની રોકડ રકમ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપી અને મુખ્ય સુત્રધાર આલોક પટેલને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.