હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે 19મી જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. જો કે તેમાં દરેક ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે ખાસ આયોજન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા બાદ મતગણતરી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તરફથી રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજને ઉભા રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કરવામાં આવેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મ દિવસે જ મળ્યો પુન:જન્મ: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે કરી ભવ્ય ઉજવણી, તસ્વીરો કરશે ભાવુક

આ અગાઉ રાજ્યસભા ચૂંટણી 26 માર્ચે યોજવામાં આવનાર હતી. જો કે કોરોનાના સંકટને કારણે ચૂંટણી ટાળી દેવાઇ હતી. જો કે હવે લોકડાઉન ધીરે ધીરે ખુલી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ફરી એકવાર ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેના પગલે ફરી એકવાર રાજકારણ શરૂ થઇ ચુક્યું છે. બંન્ને પક્ષો ફરી એકવાર ખાંડા ખખડાવવા લાગ્યા છે અને દરેક સભ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા લાગ્યા છે.


આદિવાસીઓની જમીનો પર ફેન્સિંગ મુદ્દે કેવડિયા સજ્જડ બંધ, નિગમે કહ્યું કોઇના ઘર ખાલી નથી કરાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બંન્નેનાં બે બે સભ્યો જીતે તેવી સ્થિતી હતી. પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જેમાં પ્રવીણ મારૂ, મંગળ ગામીત, જે.વી કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા પટેલનો સમાવેશ થાય છે. જેથી હાલ કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે. જે પૈકી કેટલાક નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube