મૌલિક ધામેચા/ અમદાવાદ: ઘોર કળિયુગમાં એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેણા પર આપણને વિશ્વાસ થતો નથી. ક્યારેક આજની પેઢી એટલી આંધળી બની જાય છે કે પોતાના મા-બાપની હત્યા કરવામાં પણ અચકાતી નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતાનો પ્રેમ સ્વીકાર નહિ હોવાથી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાના પ્રેમીની હત્યા કરી નાંખી છે. ગોમતીપુર પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીની કરી ધરપકડ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી તેજસ્વી દતાંણી અને તેનો પ્રેમી કરણ. જેમણે એક શખ્સને પ્રેમ કરવાની સજામાં મોત આપ્યું છે. આ ઘટના કઈક એવી છે કે સરસપુરમાં રહેતા બીજલ દતાંણીને આરોપી તેજસ્વીની માતા શીતલ સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેજસ્વીનીને માતાનો પ્રેમ સંબંધ સ્વીકાર નહોતો. જેથી પ્રેમી કરણ સાથે મળીને માતાના પ્રેમીને મારવાનું ષડ્યંત્ર રચ્યુ હતું. 



આ હત્યાની જાણ તેજસ્વીની માતા શીતલને થતા તેને વહેલી સવારે 4 વાગે બીજલની શોધખોળ શરૂ કરી હતી અને પોતાની દીકરી બીજલની હત્યા કરી દેશે તેવી વાત મૃતકની માતા મધુબેન પણ કહી હતી. આ દરમ્યાન બીજલભાઈનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે આ હત્યા કેસમાં તેજસ્વી અને તેના પ્રેમી કરણની ધરપકડ કરી છે.         


મૃતક બીજલ અને આરોપીની માતા શીતલ વચ્ચે છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બીજલ પરણિત છે અને બે સંતાનનો પિતા પણ છે. પરંતુ પત્નીને બીજલના પ્રેમ સંબંધની જાણ થતાં તે છેલ્લા 5 વર્ષથી રિસાઈને પિયર જતી રહી છે. જ્યારે શીતલના પતિનું પણ 8 મહિના પહેલા અવસાન થઈ ગયું. જેથી બન્ને આધેડ પ્રેમીઓએ સમાજ કે પરિવારના ડર વગર મળવાનું શરૂ કર્યું. આ પ્રેમ શીતલ ની દીકરી તેજસ્વીની સ્વીકાર નહતો જેને લઈ તેઓ વચ્ચે અનેક વખત તકરાર થતી. જેથી તેજસ્વીએ માતા ના પ્રેમીનો કાંટો કાઢી નાખવાનો નિર્ણય કર્યો. અને પ્રેમી કરણ સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું. 


મૃતકને મોડી રાત્રે એકલો જોઈને બન્ને આરોપીએ ખુબજ માર માર્યો અને હત્યા કરી દીધી. ગોમતીપુર પોલીસે હત્યા કેસમાં આરોપી તેજસ્વી અને કરણની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવ્યું. આ બંને આરોપી કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલમાં પોલીસે  આ હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube