GST આસિસ્ટન્ટ કમિશનરની પુત્રીએ કર્યો આપઘાત, બીટેક ત્રીજા વર્ષની પરીક્ષામાં ફેલ થતાં ભર્યું પગલું
આપઘાત કરનાર યુવતીએ તેની સ્યુસાઇડ નોટમાં લખ્યું કે પરીક્ષામાં ફેલ થવાને કારણે આપઘાત કર્યો છે. પોલીસે સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.
સુરતઃ સુરતના અડાજણ વિસ્તામાં રહેતા અને મુંબઈમાં આસિસ્ટન્ટ GST કમિશનર તરીકે તૈનાત કે, વેંકટેશન નાયકરની પુત્રી વી.મનુષ્રીએ બીટેકના ત્રીજા વર્ષની પરીક્ષામાં ફેલ થવાને કારણે આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની વી. મનુશ્રીએ શનિવારે સાંજે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી અને હાથને પ્લાસ્ટિકની લોક પટ્ટીથી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યા કરતા પહેલા તેણે સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે પોતાના મોતનું કારણ બે ટેકની પરીક્ષામાં નાપાસ થવાનું લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. અડાજણ પોલીસથી મળેલી જાણકારી પ્રમાણે મૂળ રૂપથી પુડુચેરીના રહેવાસી કે. વેંકટેશન નાયકર વર્તમાનમાં પોતાની પત્ની અને બે જુડવા દીકરીઓની સાથે અડાજણ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકીની પાશે આમ્રપાલી રો હાઉસ ગેટ નંબર-2 પાસે રહે છે. કે.વેંકટેશન મુંબઈમાં જીએસટી વિભાગમાં સહાયક કમિશનરના રૂપમાં કાર્યરત છે.
આ પણ વાંચોઃ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં નર્સ સાથે લિફ્ટમાં અડપલાં, એકલતાનો ઉઠાવ્યો લાભ
કે. વેંકટેશનના બાળકોમાંથી એક વી.મનુષ્રી કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વી.મનુષ્રીએ શનિવારે સાંજે આશરે 5 કલાકે ચહેરા પર પ્લાસ્ટિક બેગ બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણકારી જ્યારે પરિવારજનોને મળી તો સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટના આત્મહત્યાની હોવાને કારણે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ આ મામલાની જાણ પોલીસને કરી તો પોલીસે છાત્રાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.
એસીપી વીએમ ચૌધરીએ જણાવ્યું કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટીના સહાયક કમિશનર તરીકે કાર્યરત ઓફિસરની દીકરીએ પોતાના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી, જેથી શ્વાસ રુંધાવાને કારણે તેનું મોત થયું છે. પોલીસ આપઘાતના કારણને લઈને તપાસ કરી રહી છે. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું કે પરીક્ષામાં નાપાસ થઈ એટલે આપઘાત કર્યો છે.