અમદાવાદ: શહેરનાં ધનાઢ્ય વિસ્તારમાંથી ધોલા દિવસે ઘરેણાની લૂંટથી ચકચાર
સેટેલાઇટ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ધટના બની હતી. ગ્રાહકનાં વેશમાં આવેલા બે શખ્સોએ વેપારીને બેભાન કરીને લાખો રૂપિયાનાં સોનાચાંદીનાં દાગીનાં લૂંટી ફરાર થયા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલા રેવતી ટાવરમાં આવેલી આર એસ જ્વેલર્સ નામની દુકાનમાં બપોરનાં સમયે ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા બે શખ્સોએ વેપારીને વીંટી અને ચેન બતાવવાનુ કહી વાતોમાં ભેળવી અજુગતુ પદાર્થ સુંધાળી બેભાન કરી દીધી હતી. દુકાનમાં 1 કિલો 400 ગ્રામ વજનનાં અંદાજે 56 લાખની કિંમતનાં સોનાનાં દાગીનાં લૂંટી ફરાર થઇ ગયા હતા. સેટેલાઇટ પોલીસ તેમજ એસીપી સહિતના અધિકારીઓએ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જાવેદ સૈયદ/અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ધટના બની હતી. ગ્રાહકનાં વેશમાં આવેલા બે શખ્સોએ વેપારીને બેભાન કરીને લાખો રૂપિયાનાં સોનાચાંદીનાં દાગીનાં લૂંટી ફરાર થયા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલા રેવતી ટાવરમાં આવેલી આર એસ જ્વેલર્સ નામની દુકાનમાં બપોરનાં સમયે ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા બે શખ્સોએ વેપારીને વીંટી અને ચેન બતાવવાનુ કહી વાતોમાં ભેળવી અજુગતુ પદાર્થ સુંધાળી બેભાન કરી દીધી હતી. દુકાનમાં 1 કિલો 400 ગ્રામ વજનનાં અંદાજે 56 લાખની કિંમતનાં સોનાનાં દાગીનાં લૂંટી ફરાર થઇ ગયા હતા. સેટેલાઇટ પોલીસ તેમજ એસીપી સહિતના અધિકારીઓએ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Zee Media દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા મહાનુભાવોનું DY.CM નીતિન પટેલનાં હસ્તે સન્માન
લૂંટની ધટનાં બનતા પોલીસે દુકાનમાં સીસીટીવી તપાસ કરતા દુકાનના સીસીટીવી બંધ હોવાનુ ખુલ્યુ હતું. ત્યારે મોટી રકમની લૂંટ થઇ હોવાથી એફએસએલ, ડોગ સ્કવોર્ડ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઇ હતી. જોકે સીસીટીવી બંધ હોવાને કારણે પોલીસને આરોપીઓની ભાળ મેળવી શકાઇ નહતી. બપોરનાં દોઢ વાગે આવેલા લૂંટારાઓએ આખી દુકાનનાં દાગીનાં સાફ કરીને ફરાર થયા હતા, ત્યારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. અમદાવાદમાં પોલીસ સ્ટેશનથી આટલી નજીક ભરચક વિસ્તારમાં લૂંટની ધટના બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે લૂંટના આરોપીઓ પોલીસનાં સંકજામાં ક્યારે આવે છે તે પણ જોવુ રહ્યુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube