ઓઢવ વિસ્તારમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત
રાજ્યમાં આજે ડૂબી જવાથી કુલ પાંચ લોકોના મોત થયા છે.
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં બે બાળકો તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકો લાંબા સમય સુધી ન દેખાતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાળકોનું સર્ચ કરતા બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે.
આ બંન્ને બાળકોમાં એક બાળકની ઉંમર 7 અને એકની ઉંમર 5 વર્ષની છે. આ ઘટનાની જાણ થતા ઓઢવ પોલીસ અને ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ બંન્ને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ બંન્ને બાળકોમાં એતનું નામ ફિલદા અને બીજાનું નામ શિવ છે. ફાયર બ્રિગેડની ટીમે કહ્યું બે, ડૂબી જવાથી બંન્ને બાળકોના મોત થયા છે.
સોમવારે રાજ્યમાં ડૂબી જવાથી કુલ પાંચ લોકોના મોત થયા છે. પાવાગઢના વડા તળાવમાં વડોદરાથી ફરવા ગયેલા ત્રણ મિત્રોના પણ ડૂબી જવાથી મોત થયા છે.