વી એસ હોસ્પિટલની ઘોર બેદરકારી, મડદા ઘરમાંથી મહિલાનો મૃતદેહ જ ગાયબ
વી એસ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એક પ્રેગ્નેન્ટ મહિલાનું ડિલિવરી પહેલા જ ગઈ કાલે મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. આ મહિલાના મૃતદેહને ગુજરાત બહાર કર્માટક મોકલવાનો હતો જે ગાયબ થવાનો પરિવારજનોનો આરોપ છે. પરિજનો હાલ હોસ્પિટલ બહાર મોટો હોબાળો મચાવી રહ્યાં છે.
અમિત રાજપૂત, અમદાવાદ: વી એસ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એક પ્રેગ્નેન્ટ મહિલાનું ડિલિવરી પહેલા જ ગઈ કાલે મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. આ મહિલાના મૃતદેહને ગુજરાત બહાર કર્માટક મોકલવાનો હતો જે ગાયબ થવાનો પરિવારજનોનો આરોપ છે. પરિજનો હાલ હોસ્પિટલ બહાર મોટો હોબાળો મચાવી રહ્યાં છે.
મૃતદેહ જે મહિલાનો હતો તેનું નામ નસરીન બાનું છે. આ મહિલાનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું. ઘટનામાં વળાંક ત્યાં આવ્યો છે કે હાલનો બાવળાનો ચર્ચાસ્પદ મિત્તલ જાદવ હત્યા કેસની લિંક આ ઘટના સાથે જોડાઈ છે. વાત જાણે એમ છે કે મહિલાનો મૃતદેહ એક્સ્ચેન્જ થઈ ગયો હોવાનો આરોપ લાગી રહ્યો છે. નસરીનના મૃતદેહની અદલાબદલી મિત્તલના મૃતદેહ સાથે થઈ ગઈ હોવાનું કહેવાય છે. ખુબ જ હાઈ પ્રોફાઈલ મિત્તલ હત્યા કેસમાં હવે આ મૃતદેહની અદલાબદલીની ઘટનાથી મોટો હોબાળો થઈ રહ્યો છે.