ચિરાગ જોશી/ ડભોઈ: ગઈકાલે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યાં બીજી બાજુ વડોદરાના ડભોઇના શંકરપુરા ગામ પાસે આવેલ માઈનોર કેનાલમાં વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી કેનાલના પાણીમાંથી મળી આવી છે. જેમાં એક ચોંકાવનારી વાત સામે આવતા ચાંદોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સવારથી મૂળ શિનોર તાલુકાના નાનાકરાળાના ગામના રહેવાસી દિશાંત ભુપેન્દ્રભાઈ ઠાકર કે જેઓ ખેતીકામ કરે છે સાથે સાથે બોડેલીમાં ખાખરાની ફેક્ટરી ધરાવે છે. જેઓ દરરોજ બોડેલીથી પોતાની ખેતીવાડી સંભાળવા માટે નાના કરાડા આવી પહોંચે છે. ત્યારે ગઈકાલે બોડેલીથી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યા ન હતા જેને લઈને પરિવારજનો દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.


આ પણ વાંચો:- નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ


જે દરમિયાન આજે વહેલી સવારે ડભોઇના શંકરપુરા ગામ નજીક આવેલ માઈનોર કેનાલમાં એક સ્કોર્પિયો ગાડી હોવાનું ગ્રામજનોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ બાબતની જાણ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સાથે જ ડભોઇ નગરપાલિકાના ફાયર ફાયટરો અને ગ્રામજનોના સહયોગથી સ્કોર્પિયો કારને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. જ્યાં સ્કોર્પિયો ગાડીની તલાશી લેતાં જેમાં ડ્રાઈવર સીટ ઉપર એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.


આ પણ વાંચો:- Vadodara માં સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે પીધી ઝેરી દવા, ત્રણના મોત ત્રણની હાલત ગંભીર


બનાવને લઇને હાલ મામલતદાર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર જઇ પંચકેસ કરી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ કેનાલમાં અનેક વખત આવી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હજી એક વર્ષ પહેલા અલ્ટો કારમાં એક આખો પરિવાર કેનાલમાંથી કાઢવાની ફરજ પડી હતી. જ્યાં બીજી બાજુ આ ઘટના સામે આવતા અનેક તર્ક-વિતર્કો લખવામાં આવી રહ્યા છે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આગામી સમયમાં આ કેસમાં વળાંક ના આવે છે તે જોવાનું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube