ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ, આખરે કોણ છે એ?
Ujjain News : ઉજ્જૈનમાં સોમવારે નરસિંહ ઘાટ પર ગુજરાતની નંબર પ્લેટવાળી એક કારમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે... મહાકાલ પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ કોનો છે તેની તપાસ શરૂ કરી છે
Deadbody Found From Gujarat Passing Car : ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસેના નરસિંહ ઘાટ પર પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. શખ્સનો મૃતદેહ ડ્રાઈવરવાળી સીટ પર હતો, અને તેના પગ કારના સ્ટીયરિંગ પર રાખેલા હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે કારમાંથી મૃતદેહ મળ્યો તે ગુજરાત પાસિંગની કાર હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહાકાલ મંદિરથી અંદાજે 800 મીટર દૂર નરસિંહ ઘાટ આવેલો છે. જ્યાં પોલીસને એક લાવારીશ પાર્ક કરેલી કાર મળી આવી હતી. ચેક કરતા જાણવા મળ્યુ કે, આ ગુજરાત પાસિંગની કાર છે અને તેમાં એક શખ્સનો મૃતદેહ મૂકાયેલો છે. મહાલાક પોલીસ ચોકીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, GJ 03 LR 9189 કાર ગુજરાત પાસિંગની છે, જેમાં શખ્સનો મૃતદેહ મૂકાયો હતો. આ કાર રાજકોટના હમીરભાઈ સુસારા નામના શખ્સના નામે રજિસ્ટર્ડ છે.
આ પણ વાંચો :
6 ફૂટ લાંબો સળિયો શ્રમિકના શરીરના આરપાર નીકળ્યો, કટરથી કાપીને બચાવી લેવાયો જીવ
વલસાડની ફાર્મા કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ, બે કામદારોના મોત
પોલીસને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતકનું નામ હમીરભાઈ છે, જે પોતે ગાડીના માલિક છે. તેઓએ દારૂ પીધો હતો અને કારના ગ્લાસ બંધ હોવાથી તેમનું મોત નિપજ્યું હોઈ શકે છે. જોકે, હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. તેના રિપોર્ટ બાદ જ મોતનું અસલી કારણ જાણવા મળશે.
હાલ એફએસએલની ટીમે પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેના રિપોર્ટ બાદ જ વધુ ખુલાસા થશે.