• ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સતત બે દિવસથી બેગમાં ભરેલા માનવ અંગો મળી રહ્યાં છે  

  • ક્રૂરતાથી શરીરને રહેંસી નાંખીને તેના ટુકડા કરીને તેને બેગમાં ભર્યાં, અને અંકલેશ્વરનાં વિવિધ ગામડાની સીમમાં નાંખી દેવાયા

  • પોલીસ તપાસમાં લાગી કે, બંને બેગમાં એક જ વ્યક્તિની લાશ છે કે અલગ અલગ વ્યક્તિની 


ભરત ચૂડાસમા/ભરૂચ :અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી ગતરોજ તેમજ આજે સારંગપુર ફાટક પાસેથી એક ધડ માથા વગરના મૃતદેહના અંગો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મૃતદેહ કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંકલેશ્વરના અમરતપરા ગામ પાસેથી ઘડ માથા વગરના મૃતદેહ મળવાના મામલામાં પોલીસને અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી છે. જેમાં મૃતક યુવક શરીરના ઘડનો ભાગ મળી આવ્યો છે. જોકે હજી પણ માથાનો ન મળતા વ્યક્તિની ઓળખ હજી સુધી થઈ શકી નથી.


[[{"fid":"336333","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ankleshwar_murder_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ankleshwar_murder_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ankleshwar_murder_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ankleshwar_murder_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ankleshwar_murder_zee2.jpg","title":"ankleshwar_murder_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગતરોજ અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક ધડ માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટિકની બેગમાં મૃતદેહ નાંખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાની જાણકારી મળી રહી છે. જોકે પ્લાસ્ટિકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવતા પોલીસ દ્વારા પૂરજોરમાં તપાસ શરૂ કરાઈ હતી, તે દરમિયાન અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ રેલવે ફાટક પાસે શરીરના બીજા અંગોની બેગ પણ મળી આવી હતી. જોકે સારંગપુર રેલ્વે ફાટક પાસે મળેલી બીજી બેગમાં મૃતક યુવકના ઘડનો ભાગ હતો, માથાનો ભાગ ન મળતા મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.


મહત્વનુ છે કે, મંગળવારે સવારના 11 વાગ્યાના અરસામાં રાહૂલ વસાવા નામના વ્યક્તિએ રિક્ષામાં આવેલી બે મહિલાઓ સહિત ત્રણ જણાને માનવ શરીરના ટુકડાં ભરેલી બેગો ફેંકતાં જોયાં હતાં. જેના પગલે પોલીસે તે રોડ પર આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.