AMTS બસની ટક્કરે યુવકનું મોત, બસ એજન્સીને માત્ર દંડ કરી છોડી દેવાઈ, પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે સંચાલક
Ahmedabad Hit And Run : અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પર AMTS બસની ટક્કરે યુવકનું કમકમાટીભર્યું મોત, એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો
Ahmedabad Accident : અમદાવાદમાં ફરી એકવાર AMTS બસે માતેલા સાંડની જેમ દોડીને એક યુવકનો જીવ લીધો છે. મોતની સવારી બનીને ઘૂમતી AMTS બસની અડફેટે ટુ વ્હીલર ચાલકનું મોત નિપજ્યુ છે. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે AMTS બસે બાઈક ચાલક યુવકને અડફેટે લઈને કચડ્યો હતો. તેમાં પણ માનવતા ભૂલેલો ડ્રાઈવર અકસમાત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક સેકન્ડ પણ ગાડી ઉભી રાખીને તેણે નીચે ઉતરવાની તસ્દી લીધી ન હતી. આ ભયાવહ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.
અમદાવાદના મણિનગર વિસ્તારના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે અકસ્માતની આ ઘટના બની હતી. એએમટીએસની ટક્કરે યુવાનના કમકમાટીભર્યા મોતનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે એએમટીએસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી એએમટીએસ બસ ચાલક ત્યાંથી રમરમાટ ગાડી દોડાવીને ફરાર થઈ ગયો હતો.
જોજો, તમે આઈસ ગોલામાં ક્યાંક ઈન્ડસ્ટ્રીયલ બરફ તો નથી ખાતા ને! થયો છે મોટો ખુલાસો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. અર્હમ ટ્રાવેલ્સના માલિક મણિનગરના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે. તો બીજી તરફ, આનંદ ડાગાના પત્ની શિતલ ડાગા હાલ એએમસીમાં ભાજપના દંડકના પદે છે. જોકે, સમગ્ર અકસ્માતમાં એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો. ઼
સલમાન ખાન ફાયરિંગ કેસ : મુંબઈ પોલીસની મહેનત રંગ લાવી, તાપી નદીમાંથી મળ્યો પુરાવો