Chandipura Virus : ગુજરાતમાં મોતનો વાયરસ બનેલો ચાંદીપુરા વાયરસ હવે ભયાનક રૂપ લઈ રહ્યું છે. દિવસેને દિવસે ચાંદીપુરાથી મોતનો આંકડો વધી રહયો છે. તો તેના કેસના આંકડા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો આંકડો 130 પર પહોંચી ગયો છે. તો ચાંદીપુરાના 45 કેસ પોઝિટિવ બતાવે છે. આ સાથે જ રાજ્યમાં કુલ 52 દર્દીઓનો ભોગ લઈ ચૂક્યો છે આ મોતનો વાયરસ. ગુજરાતમાં હાલ પૂણેની ટીમ વિવિધ વિસ્તારોમાં સેમ્પલ લેવા મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે આ વાયરસનો કહેર ક્યારે અટકશે તે જોવુ રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર અને પૂણેની ચાર ટીમોનો ગુજરાતમાં સર્વે
ગુજરાતમા ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જોકે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું, તે વિભાગમાં સર્વે કર્યો હતો. બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા. પૂણેની આ ટીમ ડીસા સુઈગામ દાતા વિસ્તારમાં પણ સર્વે કર્યો હતો અને વિગતો મેળવી અને તેના સેમ્પલ લેવાય છે. 


ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...


જુલાઈની શરૂઆતમાં પહેલો કેસ મળ્યો હતો 
ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબુમાં લઈ શકાય તેવા પ્રયત્નો પણ કરશે, જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુરા અને એન્ટી વાયરસના કેસ મળ્યા છે. કેન્દ્ર સરકાર અને પૂણેની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જોકે આ ટીમ જે દર્દી છે, દાખલ થયેલા દર્દી છે અને મૃત્યુ થયું હોય તેવા કેસની પણ આ ટીમ તપાસ કરી રહી છે. જોકે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોમાં રોગ ઘાતક જોવા મળે છે. જેમાં બાળકો પીડિત થયા છે અથવા મૃત્યુ પામે છે તે ઘરના નમુના લીધા છે અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમુના લેવામાં આવ્યા છે ત્યારે પુનાની આ ટીમ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી અને સૂચનાઓ આપશે.


મહીસાગરમાં પણ ટીમનો સરવે 
પુનાથી આવેલ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં બે ગામોમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા ત્યાં સેમ્પલિંગ કરવામાં આવ્યા. 43 માણસોના સેમ્પલ લેવાયા, તો 41 પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. 150 થી વધુ સેન્ડ ફ્લાઇ માંખી આરોગ્ય વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી. સેમ્પલિંગ માટે લેવામાં આવેલ નમુના ગાંધીનગર પરીક્ષણ માટે મોકલાશે.


આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ


વડોદરામાં રિપોર્ટ પહલા બાળકનું મોત
વડોદરામાં વરસાદના વિઘ્ન વચ્ચે ચાંદીપુરાનો કહેર યથાવત છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યુ હતુ. રાજપીપળાનું ચાર વર્ષીય બાળક ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું. ત્યારે ગત રોજ સારવાર દરમિયાન હોસ્પિટલમાં બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકનો ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ રિપોર્ટ હજી આવવાનો બાકી છે. SSG માં પણ શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળ દર્દીઓ દાખલ છે. SSG માં હાલ કુલ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યાં છે. 14 પૈકી સાત બાળકો ICU માં અને સાત બાળકો વોર્ડમાં દાખલ છે. 


સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. દિપ્તીબેન શાહ માહિતી આપતા જણાવે છે કે, આ વાયરસ ખાસ મચ્છર અને માખીને કારણે થાય છે. અને ચોમાસાની ઋતુમાં બાળકોમાં વધારે જોવા મળી રહી રહ્યો છે. 9 મહિનાથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. આ વાયરસથી મોત કેવી રીતે થાય છે તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી પહેલા ચાંદીપુરા વાયરસના લક્ષણો તમે જાણી લો...તો ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી, અશક્તિ આ તમામ તેના લક્ષણો છે. તો આ વાયરસના નામનો ઈતિહાસ પણ તમે જાણી લો...તો વાયરસનો સૌથી પહેલો કેસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં નોંધાયો હતો, 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો, 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા, ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા, ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો અને  આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયું....


દુનિયાના સૌથી મનહુસ હીરા, જેના પણ હાથમાં ગયા, તેનું મોત થયું! એક તો વડોદરામાં છે


ચાંદીપુરા વાયરસના લક્ષણો  


  • ઝાડા

  • ઉલટી

  • તાવ

  • બેભાન થવું

  • ખેંચ આવવી

  • અશક્તિ 


ગુજરાત પર જળપ્રલયની આફત : એકસાથે એક્ટિવ થયેલી 3 સિસ્ટમ ધમરોળશે, હવામાન વિભાગની આગાહી


વાયરસનું નામ ચાંદીપુરા કેમ?  


  1. સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં આ વાયરસ ફેલાયો

  2. 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો 

  3. 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા

  4. ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા

  5. ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો

  6. આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયો


ચાંદીપુરા નામના આ વાયરસથી હાહાકાર છે તો ત્યારે આ મામલે સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગના નમૂના પુનઃ તપાસ માટે મોકલાયા છે. જે બાળકનું મોત થયું તે કારણ જાણવા તપાસ ચાલી રહી છે. 


ચાંદીપુરા વાયરસ મચ્છર અને માંખીને કારણે ફેલાય છે. ખાસ જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય ત્યાં આ ચેપી રોગ ફેલાવાની શક્યતા રહે છે. સાથે જ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં આ વાયરસની વધારે અસર થાય છે. ત્યારે વાયરસથી બચવા માટે બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરાવો, રાત્રે સુતા સમયે મચ્છરજાળીનો ઉપયોગ કરો અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે દવાનો છંટકાવ કરવો...જો સામાન્ય સાવચેતી રાખીએ તો આ વાયરસથી બચી શકાય છે. 


શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો


ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે?
દેશમાં વરસાદની મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાયા છે. એપિડેમિયોલોજિસ્ટ ડૉક્ટર કહે છે કે આ વાઇરસ સૌથી પહેલા તાવનું કારણ બને છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો આવી શકે છે. જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે.


આ રહ્યા તેના ઉપાયો : તમારી આસપાસ સફાઈ રાખો, પાણીને ભરાવા ન દો, મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહો, ફુલ સ્લીવના કપડાં પહેરવા.