Rajkot News : ગુજરાતના બે મોટા શહેરોમાં હાર્ટ એટેક તાંડવ કરી રહ્યો છે. રાજકોટ અને સુરત શહેરમાં રોજ કોઈને કોઈ હાર્ટ એટેકથી જીવ ગુમાવી રહ્યાં છે. આ બે શહેરોમાં હાર્ટ એટેકથી સૌથી વધુ મોતના ખબર આવી રહ્યાઁ છે. ત્યારે રાજકોટમાં છેલ્લાં 48 કલાકમાં 4 લોકોના હૃદય બંધ પડી ગયા, અને તેઓ મોતને ભેટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

48 કલાકમાં 4 મોત 
રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં ચાર લોકોના હૃદય બંધ પડી જતા મોત નિપજ્યા છે. બે યુવકો, જેમાં એક 24 વર્ષ અને બીજો 28 વર્ષનો છે. તો બે મધ્યમ વર્ષના લોકોને હૃદય બંધ પડી ગયા હતા. એક 46 વર્ષના અને બીજા 47 વર્ષના શખ્સોનું હ્રદય બંધ પડી જતા મોત નિપજ્યું છે. 


  • સંત કબીર રોડ ઉપર 24 વર્ષના યુવાન છોટન બંગાળીનું હાર્ટ એટેકથી મોત થયું

  • પરિશ્રમ સોસાયટીમાં રહેતા પ્રોઢ ભુપતભાઈનું બેભાન થઇ જતા મોત થયું

  • 28 વર્ષના બિહારી યુવાન ધનાંજનને એકાએક પરસેવો વડી જતા થયું મોત

  • વાડીએ કામ કરતા 46 વર્ષના ખોડાભાઈનું પણ એકાએક થયું મોત 


દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


રામલલ્લાના સૌથી મોટા દાનવીર ગુજરાતી : સુરતી વેપારીએ આપ્યો 11 કરોડનો સોનાનો મુગટ


હાર્ટ એટેકમાં રાજકોટ ટોચ પર 
108 ઈમરજન્સીના આંકડા અનુસાર, વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ 72 હજાર 573 કેસ નોંધાયા છે. જેમાં સુરત-વડોદરામાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસ વધારો થયો છે. 42 ટકાના વધારા સાથે રાજકોટ ટોચ પર છે. સતત વધી રહેલાં હાર્ટ એટેકની ઘટના સામે ચિંતા વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટર્સ સૂચના આપી રહ્યાં છે. 


  • 2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા

  • 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા. 


રામલલ્લાના સૌથી મોટા દાનવીર ગુજરાતી : સુરતી વેપારીએ આપ્યો 11 કરોડનો સોનાનો મુગટ