ભાવનગરમાં ઘોર કળીયુગ, પિતાએ જ પોતાનાં પુત્રની હત્યા કરી મૃતદેહ સળગાવી ફેંકી દીધો
જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે પિતાએ પોતાના દિકરાની હત્યા કરી હતી. જો કે પોતાના પુત્રની ઓળક ન થાય તે માટે લાશને સળગાવી નદીમાં ફેંકી દીધી હતી. ગામમાં સ્મશાન પાસેનાં નાળામાંથી બળેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. જે તપાસમાં અંતે જે ઘટસ્ફોટ થયો તે જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા.
ભાવનગર : જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે પિતાએ પોતાના દિકરાની હત્યા કરી હતી. જો કે પોતાના પુત્રની ઓળક ન થાય તે માટે લાશને સળગાવી નદીમાં ફેંકી દીધી હતી. ગામમાં સ્મશાન પાસેનાં નાળામાંથી બળેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. જે તપાસમાં અંતે જે ઘટસ્ફોટ થયો તે જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા.
ગુજરાતની નંબર 1 ચેનલ ZEE 24 KALAK ની TRP હોય કે રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાતમાં દૂર દૂર સુધી કોઈ નહીં
ભાવનગરના ગારીયાધાર પાસેના સાતપડા ગામે રહેતા ગભરૂભાઈ રામભાઈ ગરાનીયાએ પોતાના પુત્ર હિરેન ગભરૂભાઇ ગરાનીયાની (ઉ.વ.૨૧) હત્યા કરીને પુત્રની લાશને સળગાવી દઇ નદીમાં ફેંકી દીધી હતી. આજે સવારે આ લાશ નદીમાં તરતી જોવા મળતા ગારીયાધાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચ્યો હતો. કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહ વિકાસ હોય તો આવો! કરોડોના ખર્ચે બે ટાંકી બનાવી પણ બંન્નેમાં લિકેજ, લોકોના પાણી માટે વલખા
આ મામલે ગારીયાધાર પોલીસે જણાવ્યું કે, પિતાએ પુત્રની હત્યા કરી લાશને સળગાવી નાળામાં ફેંકી દીધી હતી. પોલીસે મૃતકના પિતા ગભરૂભાઈ રામભાઈ ગરાનીયા સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પિતાએ પુત્રની હત્યા કરી લાશને સળગાવી નાળામાં ફેંકી દેવામાં હોવાની વાત પ્રસરતા સાતપડા ગામ અને ગારીયાધાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પિતાએ પુત્રની હત્યા શા માટે કરી તે આરોપી ઝડપાયા બાદ બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube