ઘોર કળીયુગ: મુસ્લિમ યુવકે કહ્યું મારે લગ્ન કરવા છે માતા- બહેન યુવકને રૂમમાં લઇ ગયા અને...
જુહાપુરા વિસ્તારમાં ૩૬ વર્ષીય યુવકની તેની જ માતા, બહેન અને ભાઈએ હત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં વેજલપુર પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ આ ગુનામાં હત્યા પાછળનું કારણ જાણીને આપ પણ ચોંકી ઉઠશો.પોલીસની ગિરફતમાં દેખાતા આ ત્રણેય આરોપીઓના નામ છે મહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ અને રેશમા બાનુ પઠાણ. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને 36 વર્ષીય ઈર્શાદ નામના યુવકની હત્યાને અંજામ આપ્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : જુહાપુરા વિસ્તારમાં ૩૬ વર્ષીય યુવકની તેની જ માતા, બહેન અને ભાઈએ હત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં વેજલપુર પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ આ ગુનામાં હત્યા પાછળનું કારણ જાણીને આપ પણ ચોંકી ઉઠશો.પોલીસની ગિરફતમાં દેખાતા આ ત્રણેય આરોપીઓના નામ છે મહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ અને રેશમા બાનુ પઠાણ. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને 36 વર્ષીય ઈર્શાદ નામના યુવકની હત્યાને અંજામ આપ્યો છે.
મૃતક અન્ય કોઈ નહીં પરંતુ આજ આરોપીઓના પરિવારનો સભ્ય છે. પકડાયેલા આરોપીઓમાં મૃતકનો સગો ભાઈ અને બહેન અને ખુદ માતા છે. ત્રણ દિવસ પહેલા મૃતક ઈર્ષાદે પોતાની મોટી બહેન રેશમાંના ઘરે જઈ તકરાર કરી ઘરના અને વાહનોના કાચ તોડી નાખી બહેનની દીકરીના માથામાં પથ્થર પણ માર્યો હતો. જે મામલે મૃતક સામે તેના જ બનેવી ફરિયાદ નોંધાવી હતી. તેવામાં ૩જી જૂનના રોજ સાંજના સમયે આ ઝઘડાના સમાધાન માટે તમામ પરિવારજનો એકઠા થયા હતા. જોકે તે સમયે અચાનક જ ઇર્ષાદ ઉશ્કેરાઈ જતા તેણે બહેન અને માતા અને ભાઈ પર છરીથી હુમલો કર્યો હતો. જેથી તેની માતા બહેન દ્વારા તેને પકડી લઈ તેની પાસેની છરીથી તેના ગળા પર ઘા મારી દેતા તેનું મોત નીપજ્યું હતું.
Morbi માં આંગડિયા પેઢીના કર્મચારીની બેગ ગુમ, 62 લાખ રૂપિયા ગુમ થતા પોલીસ દોડતી થઇ
ઇર્ષાદના ગળામાં ચપ્પુના ઘા માર્યા બાદ તેના ભાઈ મોહમ્મદસાન શેખે તેની બહેનને ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આ ઘટનામાં ઝપાઝપીમાં આરોપીઓને પણ ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે મૃતક ઇર્ષાદનું સારવાર દરમિયાન મોત નીપજતા હત્યાના ગુનાની ફરિયાદ તેની મોટી બહેન નાજનીને વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે મૃતકની માતા તેના ભાઈ અને બહેનની ધરપકડ કરી છે.
KUTCH ના એક એવા પર્યાવરણપ્રેમી કે જેમણે 20 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો...
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઈર્શાદ શાહના લગ્ન ન થયા હોવાથી અવારનવાર તે માતા અને બહેન સાથે લગ્ન બાબતે ઝઘડો કરતો હતો અને તે જ બાબતને લઈને પરિવારમાં ઘણા સમયથી તકરાર ચાલતો હતો.મહત્વનું છે કે, આ ગુનામાં મૃત્યુ પામેલા ઈર્શાદસાન શેખ સામે અગાઉ ચેન સ્નેચિંગ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ ઘટના સંદર્ભે સામ સામે ફરિયાદ દાખલ થતા વેજલપુર પોલીસે ગુનાની હકીકત સુધી પહોંચવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube