દ્વારકા: મીઠાપુર ગામે 80 વર્ષીય વૃધ્ધા પર દુષ્કર્મની ઘટના પ્રકાશ માં આવતા ચકચાર મચી છે. ૨૫ વર્ષીય યુવાન દુષ્કર્મનાં પ્રયાસ બાદ વૃદ્ધાનાં કપડા વડે તેને મારી નાખવાનો પ્રયાસ કરતા પોલીસ તેને ગણતરી કલાકોમાં જ ઝડપી પાડયો છે. દ્વારકાના મીઠાપુર ગામે ગત રાત્રીએ એક 25 વર્ષીય યુવાને 80 વર્ષીય વૃધ્ધા પર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ફિટકારની લાગણી વરસી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: પોલીસ વિભાગ હજારો જગ્યાઓ પર ભરતી કરવાનો કર્યો પરિપત્ર, સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી આનંદો


પ્રાપ્ત વિગતોઅનુસાર ૮૦ વર્ષીય વૃદ્ધા જ્યારે  મીઠાપુર સુરજકરાડીના પોલીસ ચોકી પાસે આવેલ  બસસ્ટોપ પર રહેલ પાટીયા પર સુતી હોય, અને વરસાદ જેવુ વાતાવરણ હોય, લોકોની અવરજવર ઓછી હોય, ત્યા દ્વારકાના સામળાસરનો જસરાજભા માણેક ઉ.વર્ષ 25 એ રાત્રીના આશરે ૧૧/૩૦  કલાક આસપાસ આ વુધ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરવાના પ્રયાસ બાદ તેનાજ કપડા દ્વારા તેણીને ગળે ટુંપો દેવાની કોશીષ કરી હતી. પણ તેમા સફળતા ન મળતા ભાગી છુટ્યો હતો.  


ગુજરાત: પોલીસ વિભાગ હજારો જગ્યાઓ પર ભરતી કરવાનો કર્યો પરિપત્ર, સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી આનંદો


આ બાબતની જાણ મીઠાપુર પોલીસને થતા મીઠાપુર પોલીસના પીઆઈ સ્ટાફ સાથે ધટના સ્થળ પર પહોચી વૃધ્ધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરજ પરના ડોકટરોએ વધુ સારવાર માટે જામનગર રીફર કર્યા હતા. જ્યા તેમની સારવાર ચાલી રહી છે. અને તેણીની તબીયત સારી હોવાનું ડોકટરોએ જણાવ્યુ હતુ. મીઠાપુર પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કોરોના પરીક્ષણ કરાવી, પરીક્ષણ નેગેટીવ આવતા વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીને કસ્ટડીમાં લઇ રિમાન્ડ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા છે.