રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓના મોત, ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો કરાશે જાહેર
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ 10 હજારથી વધુ આવી રહ્યા છે. એવામાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની પણ સંખ્યા દરરોજ 100 થી વધુ આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 62 દર્દીઓના મૃત્યું થયા છે
ઝી મીડિયા બ્યૂરો: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ 10 હજારથી વધુ આવી રહ્યા છે. એવામાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની પણ સંખ્યા દરરોજ 100 થી વધુ આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 62 દર્દીઓના મૃત્યું થયા છે. જેને લઇને ડેથ ઓડિટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને કારણે થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના કહેરની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો આંક 14 હજારે પહોચ્યા બાદ છેલ્લા 4 દિવસથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની સામે કોરોના સંક્રમણથી દર્દીઓનો મોતની સંખ્યા પણ 150 ને પાર કરી ગઈ હતી પરંતુ તેમાં પણ હેવ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 700 થી વધુ નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:- જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાઈ 400 ઓક્સિજન બેડની હોસ્પિટલ, CM એ કર્યું ઈ-લોકાર્પણ
જો કે, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાથી 14 દર્દીઓના મોત થયા છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 62 દર્દીઓના મોત થાય છે. જ્યારે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 76 દર્દીઓના મોત થયા હતા. જેને લઇને તંત્ર પણ વિચારમાં પડી ગયું છે. એવામાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેથ ઓડિટ કરાયા બાદ કોરોનાને કારણે કેટલા દર્દીઓના મોત થયા છે તેનો મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube