પાટણમાં સ્વાઇન ફલૂએ માથું ઊંચક્યું, 50 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત
ભાદરવાની શરૂઆતની સાથે જ રાજ્યમાં સ્વાઈન ફ્લૂ પણ ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. સોમવારે પાટણમાં સ્વાઈન ફ્લુથી એક મહિલાનું મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
પાટણ: ભાદરવાની શરૂઆતની સાથે જ રાજ્યમાં સ્વાઈન ફ્લૂ પણ ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. સોમવારે પાટણમાં સ્વાઈન ફ્લુથી એક મહિલાનું મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ધારાપુર સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી 50 વર્ષીય મહિલા સારવાર લઇ રહ્યા હતા જેમનું મોત થતા આરોગ્ય વિભાગે પાટણ જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે.
રાજ્યમાં વધતાં સ્વાઈનફ્લૂના કેસ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સ્વાઈન ફ્લુન અંગે ચિંતિત છે. સરકાર વધતા જઈ રહેલા કેસ પર ધ્યાન આપી રહી છે. સ્વાઈનફ્લૂના દર્દી માટે રાજ્યની તમામ હોસ્પિટલો સજ્જ છે અને સ્વાઈન ફ્લુના વિશેષ વોર્ડ ઊભા કરી દેવા સુચના આપી દેવાઈ છે. અમદાવાદમાં વધી રહેલા કેસને લઈને અમદાવાદના કમિશનરને પણ સ્વચ્છતાને બાબતે ધ્યાન આપવા સુચના અપાઈ છે.