સુરત : શહેરમાં ખુશી ફરી એકવાર માતમમાં ફેરવાઇ ચુકી છે. પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ  લેવા ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા માટે ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લીધી હતી. દિવાળી વેકેશનમાં ખુશીનો માહોલ ગમમાં ફેરવાઇ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વહેલી ઘટેની આ કરૂણાંતિકાને પગલે પરિવાર શોકમાં ગરકાવ તઇ ગયો છે. તો બીજી તરફ પરિવાર પણ શોકમાં ગરક થઇ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બળાત્કારી આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી


બિપિન શ્રીવાસ્તવે જણાવ્યું કે, વિમલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે. મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમ લગ્ન કરીને 5 વર્ષ જ થયા હતા. બંન્ને ખુબ જ આનંદથી રહેતા હતા. જો કે આજે સવારે અચાનક ફોન આવ્યો કે, ભાઇ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલ પહોંચી જાઓ, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આખો પરિવાર આ સમાચાર બાદ શોકમાં ગરક થઇ ગયો હતો. દિવાળી ટાણે જ એક માળો વિખેરાયો હતો. 


ઇન્ડીયા સ્કિલ્સ-2021 ના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું પાણી, વીજળી કે પર્યાવરણ બચાવીને પણ દેશસેવા કરી શકાય


વિમલના અનુસાર આજે તેઓ મુંબઇ જવા માટે નિકળ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન મુકીને તેઓ ટ્રેનમાં મુંબઇ જવા માટે રવાના હતા. ઘરેથી નિકળ્યા બાદ કૂદીગામ નજીક બાઇક પરથી એક થેલો નીચે પડી જતા બાઇક સાઇડમાં ઉભુ રાખીને બેગ લેવા માટે સોનલ ગઇ હતી. જો કે ત્યારે અચાનક આવી ગયેલી ગાડીએ સોનલને અડફેટે લીધી હતી. સેકન્ડોમાં જ હવામાં ઉછળેલી સોનલ નીચે પટકાઇ અને તેનું મોત થયું હતું. તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી છે. જ્યારે ગાડી ચાલક તો અકસ્માત કરીને નાસી છુટ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube