સુરત : શહેરના ડુમસ રોડ પર V.R મોલ સામે આવેલા ખેતલા આપા ટી સ્ટોલના માલિકની ઉંઘમાં જ ગળુ કાપીને હત્યા કરાઇ હતી. મૃતકે હત્યારા પાસેથી 80 હજાર રૂપિયા લેવાના બાકી હતા. જે હત્યારો આપી શકે તેમ નહી હોવાથી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જો કે ઉમરા પોલીસે હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે. જેની તપાસમાં આ સમગ્ર મુદ્દાનો ચોંકાવનારો ખુલાસો થતા પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં કરોડપતિ મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ કરી મિત્રને ઉડાવી દીધો


ડુમસ રોડ પર વી.આર મોલ સામે ભાડાની જગ્યામાં રોહિતસિંઘ પરિહારે છેલ્લા દોઢેક મહિનાથી ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો. રોહિત સિંઘ ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો પણ આવેલો છે. ગત્ત ગુરૂવારે રોહિત સિંઘ સ્ટોલ બંધ કરીને બહાર ખાટલામાં આરામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બુમાબુમ થઇ હતી. રોહિતસિંઘના મિત્ર વિરાજે શટર ખોલવા માટે બુમાબુમ કરતા રોહિતને કોલ કર્યો હતો. જો કે રોહિતે કોલ રિસીવ નહી કરતા તે ત્યાં પહોંચ્યો હતો. જ્યાં પહોંચીને જોતા તેનો મિત્ર રોહિતસિંહ લોહિનિંગળતી સ્થિતિમાં હતો. 


નવી કેબિનેટની રેસમાં ચર્ચામાં રહેલા ભરૂચના MLA દુષ્યંત પટેલનું Facebook ID હેક કરાયું


ચિરાગે શટર ખોલતા વિરાજ અને સ્વાતિ બહાર આવ્યા હતા અને તત્કાલ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ સમક્ષ વિરાજે જણાવ્યું હતું કે, રિક્ષાચાલક અજય સુદામને રોહિત હાથ ઉછીના 80 હજાર રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય વાયદા પર વાયદા કરી રહ્યો હતો. 


રાજકોટ : એકબીજા વગર જીવી ન શક્તી બે બહેનપણીઓ કરી આત્મહત્યા, પોલીસ પણ વિચારમાં પડી 


હત્યારાએ રોહિતસિંઘને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. પોલીસે હત્યારા અજય ઘડાઇને ઝડપી લીધો હતો. ગુરૂવારે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતિ દુકાનમાં પિક્ચર જોતા હતા. તે વખતે તેણે પુછ્યું કે તમે કેટલા લોકો અહીં સુવો છો. જેથી રોહિત સિંહે કહ્યું કે, 5-7 લોકો સુઇએ છીએ. આજે હું એકલો સુઇ રહ્યો છું. જેથી સિગરેટ લેવા આવેલા વ્યક્તિએ રેકી કરી હોવાની આશંકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube